વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ પારનેરા ખાતે છૂટક મજૂરી કરવા આવેલી શ્રમિક મહિલાને ગત મધ્યરાત્રીએ લેબર પેન થતા મહિલાના પતિએ મધ્યરાત્રીએ વલસાડ 108ની ટીમની મદદ મેળવી પત્નીને નજીકની હોસ્પિટલમાં સારવાર અંતે ખસેડવા મદદ માંગી હતી. 108માં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી રહ્યા હતા. દરમિયાન ઓવરબ્રિજ પાસે લેબર પેન થતા EMTએ 108 એમ્બ્યુલન્સ સાઈડ ઉપર ઉભી રાખવી પાયલોટની મદદ વડે મહિલાની સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકી તદુરસ્ત હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવાળી બાદ છોટા ઉદેપુરથી રસ્તા અને અન્ય મજૂરીના કામ માટે લક્ષ્મણભાઈ તેમની પત્ની રમીલાબેન અને અન્ય સાથી મજૂરો સાથે વલસાડ ખાતે છૂટક મજૂરી કરવા આવ્યા હતા. પારનેરા લીમડાચોક ખાતે પડાવમાં રહેતા હતા. પારનેરા લીમડાચોક ખાતે લક્ષ્મણભાઈની પત્નીને પ્રેગનન્સીના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા. જે દરમિયાન ગત મધ્ય રાત્રીએ લક્ષ્મણભાઈની પત્નીને લેબર પેન થતા આજુબાજુના વિસ્તારમાં વાહનની સગવડ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ વાહન ન મળતા 108ની ટીમની મદદ માંગી હતી. 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રમીલાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી રહ્યા હતા. જે દરમિયાન RPF રેલવે ઓવર બ્રિજ ઉપર રમિલાબેનને લેબર પેન વધતા 108 EMT ભાવેશ પટેલે પાયલોટ કેતન આહીરને એમ્બ્યુલન્સ ઓવર બ્રિજ ઉપર ઉભી રખાવી 108ના પાયલોટ કેતન આહીરની મદદ લઈને એમ્બ્યુલન્સમાં રમીલાબેની સુરક્ષિત રીતે ડિલિવરી કરવી બાળકીને જન્મ આપ્યો હતો. તંદુરત બાળકી અને માતાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.
વલસાડ 108ની ટીમને સમયસર જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક પારનેરા પહોંચી હતી. સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. દરમ્યાન લેબર પેન વધતા માતા બાળકીનો જીવ જોખમમાં મુકાય તેમ ન હોવાથી તત્કાલિમ રેલવે ઓવર બ્રિજ ઉપર 108 ઉભી રાખવી પાયલોટની મદદ વડે 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની સુપેરે ડિલિવરી કરાવતા માતા અને બાળકીનો જીવ બચાવવામાં સફળતા મળી છે.