વલસાડ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અતુલ પાર્કમાં કાકાના ઘરે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે દીકરાની માતા એ દીકરાને ફોન કરતા દીકરાએ ફોન ન ઉપાડતા દેરાનીને ફોન કરી દીકરો ફોન ઉપાડતો ન હોવાનું જણાવી તેના રૂમમાં ચેક કરવાનું જણાવતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વિદ્યાર્થીના કાકાએ ભત્રીજાનો જીવ બચાવવા ભત્રીજાનો ફાંસો છોડી 108ની ટીમની મદદ લઈને નજીકની હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ પારડી રેલવે સ્ટેશન રોડ પર બાલાખાડી ખાતે આવેલ અતુલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ધોરણ 11 માં અભ્યાસ કરતો નીલ ગણેશભાઈ પટેલ ઉ.વ.17 મૂળ રહે પારડી તરમાલીયાનાઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. નીલ પટેલ તેના કાકા રાજેશ ઈશ્વરભાઈ પટેલ અતુલ પાર્ક સોસાયટીના ઘર નંબર 23 માં રહેવા માટે આવ્યો હતો. તેઓ ગતરોજ રાત્રિના જમીને પરિવાર સૂઈ ગયા હતા. જે બાદ આજ રોજ સવારના 10:00 વાગ્યાના સુમારે નીલ ના મમ્મી મીનાબેન પટેલ નો ફોન રાજેશભાઈ પર આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે નીલ ફોન ઉપાડતો નથી તેથી રાજેશભાઈ અને તેના પત્ની પ્રજ્ઞાબેન ઉપરના માળે નીલને જોવા જતા તે પંખા ના હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે લઈ જવા 108 એમ્બ્યુલન્સ ને બોલાવી હતી. પરંતુ એમ્બ્યુલન્સ ના કર્મચારીએ નીલને તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પારડી પોલીસ મથકે રાજેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.