Saturday, December 10, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર રેફરી એ બતાવ્યા 15 યલો કાર્ડ, જુઓ આર્જેન્ટિના-નેધરલેન્ડની મેચની રોમાંચક ક્ષણો
ડિસે 10, 2022 | 3:53 AM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ડિસે 10, 2022 | 3:53 AM
આજે 10 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે કતારના લુસેલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે આ બીજી કવાર્ટર ફાઈનલ મેચ શરુ થઈ હતી.
મેચની 35મી મિનિટે આર્જેન્ટિનાના 24 વર્ષીય નાહુએલ મોલિના એ પોતાના કરિયરનો પ્રથમ વર્લ્ડકપ ગોલ કર્યો હતો. આર્જેન્ટિના મહાન ખેલાડી મેસ્સી એ આ ગોલ અસિસ્ટ કર્યો હતો.
બીજા હાફમાં મેસ્સીને મળેલી ફ્રી કીક સમયે એક શાનદાર નજારો જોવા મળ્યો હતો. નેધરલેન્ડની 7 મેન વોલને પાર કરીને મેસ્સીની મેજિક કીકને કારણે બોલ ગોલ પોસ્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બોલ વધારે ઉંચાઈ પર જતા ગોલ પોસ્ટની અંદર જઈ શક્યો ન હતો. પણ મેચની 73મી મીનિટમાં મળેલી પેનલટીમાં મહાન ફૂટબોલર મેસ્સી એ શાનદાર ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. આ સાથે મેસ્સી એ ફિફા વર્લ્ડકપ 2022નો ત્રીજો ગોલ કર્યો હતો. તેણે ફિફા વર્લ્ડકપ ઈતિહાસનો 10 ગોલ કર્યો હતો.
મેચ દરમિયાન નેધરલેન્ડના ગોલકીપર અને એક ખેલાડી વચ્ચે અંદરોઅંદર લડાઈ થતી જોવા મળી હતી.
બીજા હાફમાં 83મી મીનિટે નેધરલેન્ડના Wout Weghorst ગોલ કરીને મેચનો સ્કોર 2-1 કર્યો હતો.
મેચની 87 મીનિટમાં નેધરલેન્ડના ખેલાડીઓ તરફ ગોલ મારતા નેધરલેન્ડના ખેલાડીઓ આર્જેન્ટિનાના ખેલાડી પર તૂટી પડ્યા હતા.
મેચની અંતિમ મીનિટમાં ફી કીકને ગોલમાં ફેરવીને Wout Weghorst એ પોતાની ટીમની ફરી વાપસી કરાવી હતી. તેણે મેચની 100.30 મીનિટે ગોલ કરીને આર્જેન્ટિનાના હાથમાંથી સરળ જીત છીનવી લીધી હતી. અંતે મેચનો સ્કોર 2-2 થયો. આર્જેન્ટિનાની ટીમ આ ગોલને કારણે જીતથી દૂર ગઈ હતી. સ્કોર 2-2થી ડ્રો થતા મેચમાં 30 મીનિટ વધુ ઉમેરવામાં આવી હતી.
ફિફા વર્લ્ડકપ 2022ના કોઈ એક મેચના સૌથી વધારે યલો કાર્ડ આ મેચમાં જોવા મળ્યા હતા. આ મેચમાં કુલ 15 યલો કાર્ડ ખેલાડીઓને બતાવવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે યલો કાર્ડ આ મેચમાં જોવા મળ્યા હતા.
છેલ્લા પેનલટી શોટ સુધી મેચનું પરિણામ ડ્રો હતુ , પણ આર્જેન્ટિના માર્ટિનસના ગોલને કારણે મેચમાં આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી. અંતિમ સ્કોર 4-3 રહ્યો હતો.
પેનલટી શૂટઆઉટ સુધી પહોંચેલી આ મેચમાં મેસ્સીની ટીમે 4-3 થી જીત મેળવીને સેમીફાઈનલમાં સ્થાન મેળ્યુ છે. 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમીફાઈનલ મેચ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે રમાશે.