માટુંગા - મુંબાદેવીમાં 18 માળના રોબો, શટર પાર્કિંગ સ્લોટ | 18 Floor Robo, Shutter Parking Slots in Matunga - Mumbadevi

મુંબઈ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા તૈયાર થનારા આ પાર્કિંગ લોટના પ્રવેશદ્વાર પર વાહનોની ઓનલાઈન નોંધણી થશે

મુંબઈમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા ઓછી જગ્યામાં વધુ વાહન પાર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવા મહાપાલિકાની ઈચ્છા છે. અત્યાધુનિક પદ્ધતિના શટર અને રોબો પાર્કિંગનો વિકલ્પ શોધવામાં આવ્યો છે. આ પદ્ધતિથી માટુંગામાં 475 અને મુંબાદેવીમાં 546 વાહનની ક્ષમતાવાળા 18 માળાના પાર્કિંગ લોટ ઊભા કરવામાં આવશે.

મુંબઈમાં અંદાજે 30 થી 35 લાખ વાહન છે. એની સરખામણીએ શહેરમાં પાર્કિંગ લોટની સંખ્યા ઓછી છે. મહાપાલિકાના વિવિધ ઠેકાણેના પાર્કિંગ લોટમાં લગભગ 40 થી 45 હજાર વાહન પાર્ક થાય છે. પરિણામે મુંબઈના કોઈ પણ ભાગમાં ટ્રાફિક જામ રહે છે. એનો ફટકો વાહનચાલકોને પડે છે અને એના કારણે કરોડો રૂપિયાનું ઈંધણ, બેહિસાબ માનવ કલાક અને રૂપિયા વેડફાય છે.

વાહનોની વધતી સંખ્યાની પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ પાર્કિંગ લોટની સંખ્યા વધારવાના પ્રયત્ન શરૂ કર્યા છે. પેડર રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ ખાતે પ્રથમ ઓટોમેટિક પાર્કિંગ લોટનું લોકાર્પણ જૂન 2021માં કરવામાં આવ્યું. આ 21 માળાના પાર્કિંગ લોટમાં 240 વાહન પાર્ક કરવામાં આવે છે. એ પછી હવે માટુંગા પૂર્વ રેલવે સ્ટેશન સામેની ખુલ્લી જગ્યામાં તેમ જ મુંબાદેવી મંદિર નજીક ઓટોમેટિક પાર્કિંગ લોટ ઊભા કરવામાં આવશે. શટર અને રોબો પાર્ક પદ્ધતિથી બાંધવામાં આવતા આ પાર્કિંગ લોટમાં લગભગ 1 હજાર કારનું પાર્કિંગ થશે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી.

આ બહુમાળી પાર્કિંગ લોટના પ્રવેશદ્વાર પર વાહનોની નોંધણી ઓનલાઈન થશે. એક ભવ્ય પોલાદના પ્લેટફોર્મ પર એક કાર ઊભી કરવાની અને આ પ્લેટ ઓટોમોટિક પદ્ધતિથી વાહન સાથે પાર્કિંગ લોટમાં પ્રવેશ કરશે. 18 માળાના પાર્કિંગ લોટમાં રહેલી ભવ્ય લિફ્ટમાં આ કાર ઓટોમેટિક પદ્ધતિથી સરકાવવામાં આવશે. અત્યાધુનિક પદ્ધતિના શટર અને રોબો પાર્કિંગવાળી આ સુવિધા મુંબઈમાં બીજા ઠેકાણે પણ વાપરવામાં આવશે એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

ક્યાં, કેટલું પાર્કિંગ?
મહાપાલિકા તરફથી રોબો અને શટર પાર્કિંગ માટે બે ઠેકાણે માટુંગા પૂર્વમાં મધ્ય રેલવે સ્ટેશનની સામે અને મુંબાદેવી પરિસર પ્રસ્તાવિત છે. આ બંને ઠેકાણે 18 માળાના પાર્કિંગ લોટ બાંધવામાં આવશે. માટુંગાના પાર્કિંગ લોટમાં 475 કાર અને મુંબાદેવી મંદિર નજીકના પાર્કિંગ લોટમાં 546 કાર ઊભી રાખવાની ક્ષમતા હશે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post