Wednesday, December 21, 2022

શહેરની શ્રીમતી એસ.જે. દવે હાઇસ્કુલ ખાતે 19 મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું; તાલુકાની 45 શાળાઓ દ્વારા અલગ અલગ પ્રતિકૃતિઓ રજૂ કરાઈ | Shahrani Mrs. S.J. 19th Math-Science Fair held at Dave High School; Different replicas were presented by 45 schools of the taluk

પંચમહાલ (ગોધરા)28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરા ખાતે આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કુલ ખાતે પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું 19મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામા આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાનના પ્રયોગોની પ્રતિકૃતિ મુકી હતી. આ વિજ્ઞાનમેળાને અન્ય વિદ્યાર્થીઓએ પણ નિહાળ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં હાલમાં વિવિધ જગ્યાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યા છે. જેમા શહેરા નગરની શ્રીમતી એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે પણ પંચમહાલ જિલ્લા સંકુલ કક્ષાનું 19મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરા તાલુકાની 45 જેટલી શાળાઓ દ્વારા અલગ અલગ જાતની પ્રતિકૃતિઓ મુકવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગોને સરસ રીતે રજુ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: