ભુજ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

2001 ના ધરતીકંપ પહેલા શહેરમાં રહેણાંક અને વ્યવસાયી હેતુથી બાંધકામ થયા હોય અને જેને મંજૂરી હોય પરંતુ કમ્પ્લીશન સર્ટિફિકેટ બાકી રહી ગઈ હોય તેવી ફાઈલો નગરપાલિકાના એક રૂમમાં મૂકી તેને 2003માં સીલ કરવામાં આવ્યું છે. આ ફાઈલો બંધ રૂમમાં હોવાથી વેરા ભરવા માટે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ 19 વર્ષથી સીલ લાગ્યા છે તેને સુધરાઇ ખોલી શક્યા નથી. હવે આગામી સમયમાં નગરપાલિકાની આ જ જગ્યાએ નવું બાંધકામ થવાનું છે. એટલે જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે ત્યારે આ સીલ તોડવું પડશે.
આ બાબતે મુખ્ય અધિકારી જીગર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પંચનામુ અને રોજ કામ કરીને અંદર રહેલી બધી ફાઈલો ત્યાંથી લઈ અને સુરક્ષિત રાખશુ. જો કે,પ્રશ્ન એ છે કે 2001 થી 2003 સુધી બાંધકામની અનેક ફાઈલો અહીંથી સગેવગે થઈ ગઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે, તે ખરેખર ક્યાં છે અને કેમ છે તે રહસ્ય જ રહેલું છે.