Tuesday, December 6, 2022

નઝીર વોરા અને દીકરા પર 2 રાઉન્ડ ફાયરિંગ, બંને તલવાર લઈ મારવા દોડ્યાની વાહીદની સામી ફરિયાદ | 2 rounds fired at Nazir Vora and son, same complaint of Waheed that both ran to kill with sword

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના બે અલગ અલગ વિસ્તારમાં માથાભારે સકસો દ્વારા ફાયરિંગ અને તલવારો કાઢવા જેવી ઘટનાઓ સામે આવી છે શહેરના જુહાપુરામાં નઝિર વોરાએ પોતાના અને દીકરા પર બે રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવી ફરિયાદ નોંધાવી છે જ્યારે તેની સામેના વ્યક્તિએ નજીર વોરા તેની મારવા માટે તલવાર લઈને પાછળ દોડે હોય તેવી ફરિયાદ નોંધાવી છે આવું જ એક બનાવો શહેરના વાડજ વિસ્તારમાં બન્યો હતો ત્યાં અસામાજિક તત્વોના લઈને હોબાળો થયો હતો.વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

અમદાવાદના જુહાપુરામાં મોડી રાતે ગેંગવોર અને મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. નજીરવોરાના દીકરા આમિર હમઝાએ ફરિયાદ નોંધાવીએ છે કે રાતે 12:15 ના અરસામાં તે એસ જી હાઈવે પર નાસ્તો કરવા ગયો હતો અને પરત ફર્યો ત્યારે રસ્તામાં ટીચર સોસાયટી પાસે વાહીદ સૈયદ અને તેનો મિત્ર ત્યાં હાજર હતા જેણે આમિરને ત્યાં રોક્યો અને ઝઘડો કર્યો હતો.તેના પર હુમલો કરવું આવ્યા ત્યારે આમિરે કાર ભગાડી દીધી હતી ત્યાર બાદ આમિર તેના પિતના નઝીરને લઈને ત્યાં પહોંચ્યા હતા ત્યારે વાહીદ ત્યાં હાજર હતો.નઝીર વોરાએ તેને કેમ મારા દીકરાને મારે છે કહેતા વાહીદે પોતાની પાસેની પિસ્તોલ કાઢીને નઝીર અને તેના દીકરા પર બે રાઉનડ ફાઇરીગ કર્યું હતું.આ અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

બીજી તરફ વાહીદ સૈયદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝિર વોરા અને તેના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ બંને તેની પાસે આવીને મારવા લાગ્યા હતા અને નજીર વોરા તલવાર લઈને તેને જાનથી મારી નાખવા પાછળ દોડી રહ્યો હતો આ સમગ્ર મામલે આ તરફ પણ પોલીસે ગુનો નોંધ્યો છ.

એક સમયના ટપોરી માંથી ડોન ભરેલા લોકો હવે પોતે બિલ્ડર કે કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હોવાનો દાવો કરીને લોકોને ધમકાવતા હોય છે જુહાપુરામાં મુસીર ગેંગ અને નજીર વોરા જેવા ટપોરીઓ અનેક વખત અન્ય કોઈ સાથે ઝઘડો થતો હોય તેવા અનેક બનાવો સામે આવે છે થોડા સમય પહેલાં મુસિર ગેંગ અને કાલુ ગરદન વચ્ચે ગેંગવર સ્થિતિ હતી પણ કેટલાક મોટા ગજાના લોકોને મધ્યસ્થિથી ત્યાં સમાધાન થયું હતું. જુહાપુર અને અન્ય વિસ્તારોમાં આવા ટપોરીઓ પોતાનું વર્ચસ્વ જમાવવા ધાક ધમકી આપતા હોય છે જ્યારે કેટલાંક ભ્રષ્ટ પોલીસના કારણે આ ગુનેગારો પોતાને મોટા સમજી બેસે છે .પણ ગુનેગાર પર ક્યારેક તો કાનૂનનો સામનો કરવો જ પડે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: