મહેસાણા26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મહેસાણામાં હજુ 15,770 કરદાતાનો રૂ. 8.48 કરોડ વ્યવસાય વેરો બાકી
- બાકી કરદાતા હજુ 31 ડિસેમ્બર સુધી મુદલ ભરી વ્યાજમાફીનો લાભ લઇ શકશે : નગરપાલિકા
મહેસાણા પાલિકાએ વ્યવસાયવેરો ભરવામાં ઉદાસીન કરદાતાઓ માટે મુદલ રકમ ભરી 18 ટકા ચઢેલા વ્યાજથી મુક્તિ આપતી સમાધાન યોજના અમલમાં મૂક્યાના બે મહિનામાં 373 કરદાતાઓએ કુલ રૂ.12,70,547 ભરી વ્યાજમુક્તિનો લાભ લીધો છે. હજુ 31 ડિસેમ્બર સુધી આ યોજના અમલમાં હોઇ 16 દિવસ સુધી લાભ લઇ શકશે.
નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, વ્યવસાયવેરો સમયસર ન ભરે તો વેરાની રકમ ઉપર 18 ટકા વ્યાજ પેનલ્ટીરૂપે લાગે છે. વર્ષોથી વ્યવસાય વેરો નહીં ભરનાર કરદાતાઓની મુદ્દલ કરતાં વ્યાજની રકમ વધી જતી હોય છે.
વ્યવસાય બંધ કરો તો પાલિકામાંથી લાયસન્સ રદનું સર્ટી મેળવી લેવું
કેટલાક લોન માટે ચોક્કસ સરનામે વ્યવસાય માટે ભાડાકરાર કરી પાલિકાથી ગુમાસ્તા, વ્યવસાય વેરાના લાયસન્સ મેળવી એક વખત વેરો ભર્યા પછી ઘેરબેઠાં કે અન્યત્ર વ્યવસાય કરતાં હોય અને મૂળ સરનામે હોય જ નહીં, તેમના નામે વેરામાં 18 ટકા વ્યાજ ચઢતું હોય છે. ઘણાખરા જે-તે સ્થળે વ્યવસાય બંધ કર્યા પછી નગરપાલિકામાં વ્યવસાય વેરા, ગુમાસ્તા લાયસન્સ જમા કરાવી રદનું સર્ટી ન લીધું હોય એવા વ્યવસાયકારોને પણ રાબેતામુજબ વ્યવસાય વેરો વ્યાજ સાથે ચઢતો હોય છે. વ્યવસાય બંધ કરતાં લાયસન્સ જમા કરાવે તેમને કેન્સલનું સર્ટી આપવામાં આવે છે.