Friday, December 16, 2022

પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા | Mahisagar Local Crime Branch nabbed 2 absconding accused in Prohibition offence.

મહિસાગર (લુણાવાડા)23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાના નાસતા ફરતા ફરાર બે આરોપીઓ એક સાથે ઝડપી પાડવામાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. લુણાવાડા તાલુકાના ખારોલ ગામે આ બંને આરોપીઓ આવનાર છે તેવી બાતમી આધારે બંને આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી.ચિરાગ કોરડિયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલી હતી. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇસ્પેક્ટર કે.સી.સીસોદીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એસ.એસ.આઈ ભવાનજી, કૃષ્ણકુમાર, સંજયભાઈ, અ.હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ, મહિપાલસિંહ, નરેન્દ્રભાઈ, પો.કો વિક્રમસિંહ, ડ્રા.એ.એસ.આઈ. સુભાષભાઈ તથા ડ્રા.પો.કો.જયદીપસિંહ એમ LCB માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટિમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન LCB સ્ટાફના વિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા જયદીપસિંહ ભરતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના નોંધાયેલા ગુનામા નાસતા ફરતા આરોપી ગોરધન શના પરમાર રહેવાસી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસણાં ગામનો તથા અન્ય બીજો તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હાલ લુણાવાડા તાલુકાના ખારોલ ખાતે આવનાર છે. તેવી બાતમી LCB પોલીસને મળતા LCB સ્ટાફના માણસો બતમીવાળી જગ્યાએ જઈ વોચ ગોઠવામાં આવી હતી. તે દરમિયાન આ નાસતા ફરતા આરોપીઓ બન્ને ઈસમ મળી આવતા તેઓને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોઠંબા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે…