Thursday, December 8, 2022

20 બળવાખોરોમાંથી માત્ર ત્રણને જ બળવાખોરી 'ફળી'! મધુ શ્રીવાસ્ત્વ સહિત 14 નેતા તો કારમી હાર 'ભળી', ત્રણે આપી જોરદાર ટક્કર | Out of the 20 rebels, only three of the rebellion 'fell'! 14 leaders including Madhu Srivastva suffered a crushing defeat, three gave a strong fight

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Out Of The 20 Rebels, Only Three Of The Rebellion ‘fell’! 14 Leaders Including Madhu Srivastva Suffered A Crushing Defeat, Three Gave A Strong Fight

અમદાવાદ7 મિનિટ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ટિકિટને લઈને જોડતોડની નિતીઓ થઈ રહી હતી. જ્યારે પક્ષો દ્વારા નામ જાહેર થતાં જ બળવાખોરી શરૂ થઈ ગઈ હતી. ભાજપમાંથી સૌથી વધુ સિટીંગ ધારાસભ્યોને કાપવામાં આવ્યા હતા. જેને પગલે ભાજપમાં જ 19 જેટલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી. જ્યારે એનસીપીમાંથી કાંધલ જાડેજાએ બળવો કરી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અત્યાર સુધીમાં કાંધલ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈની જીત થઈ છે. જ્યારે મધુ શ્રીવાસ્ત્વ સહિત 14 બળવાખોરની હાર થઈ છે. જ્યારે ચાર બળવાખોરે દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી છે.

કાંધલ જાડેજાએ NCP સાથે છેડો ફાડી SP પાર્ટીમાંથી લડ્યા ને જીત્યા
એનસીપીના સિટીંગના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે. આ વિસ્તારમાં કાંધલ જાડેજા એક એવું નામ છે કે આ વિધાનસભા વિસ્તારમાં લોકોને કાંધલ જાડેજા કયા પક્ષમાંથી ચૂંટણી લડે છે તેને ધ્યાનમાં રાખવાના બદલે કાંધલ જાડેજાને તેના નામ અને કામના આધારે મત આપે છે. જેને કારણે આજે ફરી તેમની જીત થઈ છે.

વાધોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અપક્ષ ઉમેદવારી ને જીત્યા
વડોદરાના જિલ્લાના સૌથી ધનવાન ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા માત્ર ધોરણ -10 ભણેલા છે, અને તેમના માથે એક પણ કેસ નથી. વર્ષ-2017માં 10 હજાર જેટલા મતોથી પરાજય થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી હારનો શોક ભુલાવી પુનઃ 2022 ની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આજે ભાજપને જ હંફાવીને અપક્ષ તરીકે જીત મેળવી છે.

માવજી દેસાઈ ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરી ને જીત્યા
ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ધાનેરા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ માવજી દેસાઈની ટિકિટ કાપતા માવજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. માવજી દેસાઈ 2017માં ભાજપના ઉમેદવાર હતા. માવજી દેસાઈની ટિકિટ કપાતા સર્વે સમાજ એકત્ર થયો હતો અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ભારે ચર્ચામાં રહી હતી. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં માવજી 2000 મતથી હારી ગયા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને ભાજપ પક્ષ ટિકિટ આપશે તેવો વિશ્વાસ હતો પરંતુ ભાજપે તેમની ટિકિટ કાપી હતી. અને તેના બદલે ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી હતી. જેથી અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, આજે માવજી દેસાઈએ ભાજપને જ જોરદાર ટક્કર આપી જીત મેળવી હતી.

ભાજપે ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી હતી
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ છેક 1995થી વિજયી બનતા આવ્યા છે. અહીં પહેલી વાર અપક્ષ MLA તરીકે ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. હવે મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપે આ વખતે તેમને રિપીટ કર્યાં નહોતા. વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય, પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા આવ્યા હતા. હવે આ ચૂંટણી પોતાના માટે અસ્તિત્ત્વનો જંગ હોય તેમ મધુ શ્રીવાસ્તવ હાથપગ મારી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી કહ્યું હતું કે, મને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા અને તેમણે જ મને રાજીનામુ આપવા કહ્યું હતું. જેના કારણે મેં ભાજપને રામ-રામ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે મેં મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી… અને એક વાત કહી દઉં કે હું ભાજપથી નથી.. ભાજપ મારાથી છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આજના પરિણામમાં મધુ શ્રીવાસ્તવની વાધોડિયામાં હાર થઈ છે.

પાદરાના દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરી હતી
પાદરા બેઠકના ભાજપાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો હતા. પાદરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલ (દિનુ મામા)એ 2007માં પ્રથમ વખત અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જંગી બહુમતી જીતી ગયા હતા. તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. 2012માં ભાજપમાંથી એક વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ-2017માં ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી હારી ગયા બાદ સતત તેઓ પાદરા તાલુકાના વિકાસમાં સતત કાર્યશીલ રહ્યા હતા. પરંતુ, આ વખતે ભાજપ દ્વારા તેઓને ટિકિટ ન આપતા તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ભાજપના સભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું હતું. જ્યારે ભાજપે દિનેશ પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આજના પરિણામમાં દિનુ મામાની પાદરામાં હાર થઈ છે.

ધવલસિંહ ઝાલાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી ને હાર્યા
બાયડથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ધવલસિંહ ઝાલા ઠાકોર સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરના નજીકના સહયોગી છે. વર્ષ 2017માં ઝાલાએ કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી હતી. જોકે વર્ષ 2019માં ઠાકોર સાથે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે વર્ષ 2019માં ધવલ સિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં બાયડ અને રાધનપુર મત વિસ્તારથી મેદાને ઉતાર્યા હતા. જોકે બંને કોંગ્રેસ ઉમેદવાર જસુ પટેલ અને રઘુ દેસાઇ સામે હારી ગયા હતા. આ વખતે બીજેપીએ ધવલ સિંહ ઝાલાના સ્થાને બાયડ વિધાનસભા મતવિસ્તારથી ભીખી પરમારને મેદાને ઉતાર્યા છે. જેથી ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે સસ્પેન્ડ કરી દીધા હતા.

જયપ્રકાશ પુરુષોત્તમ પટેલને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા
મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પુરુષોત્તમ પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તથા પ્રદેશ કારોબારી સભ્ય (આમંત્રિત) પદેથી રાજીનામું આપી દીધું હતું. લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયપ્રકાશ પુરુષોત્તમ પટેલ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી સક્રિય સભ્ય હતા. પટેલ જયપ્રકાશ પુરુષોત્તમ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. છેલ્લી 2 ટર્મથી લુણાવાડા બેઠકની ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા. જોકે, ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

હર્ષદ વસાવાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા
ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ફોર્મ ભર્યું હતું. હર્ષદ વસાવાની બહુમુખી પ્રતિભા રહી છે. લોકો સાથે કાર્યકરો સાથેનો વાણી-વહેવાર મુખ્ય છે. તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એક વાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ પદે પણ હોય અને રાષ્ટ્રિય આદિજાતી આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગીરી બજાવી હોયને હર્ષદ વસાવા પોતાને જ ટિકીટ મળશેની આશા પક્ષ પાસે રાખતા હતા. પરંતુ જુથબંધીનો ભોગ બન્યા પછી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

પાટીદાર સમાજના અગ્રણી અરવિંદ લાડાણીની અપક્ષ ઉમેદવારી
કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરી હતી. અરવિંદ લાડાણીએ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી હતી. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા હતા. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી કરી હતી. જેથી ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

ભરત ચાવડા અપક્ષમાંથી ચૂંટણી લડ્યાં ને હાર્યા
રાજકોટ રૂરલ બેઠક પરથી ભરત ચાવડા અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓ લોધિકાના કાંગશિયાળી ગામના વતની અને અનુસુચિત જાતિમાંથી આવે છે. તેમની ઉંમર 55 વર્ષ અને એક પણ પોલીસ કેસ તેમના વિરૂદ્ધમાં નથી. ભરત ચાવડાએ 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ભરત ચાવડાએ ભાજપ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી કરી હતી. જેથી ભાજપ દ્વારા ભરત ચાવડાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: