Monday, December 5, 2022

દૈનિક બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી મહિલાઓની છેડતી કરતો, બે મહિનામાં 20 મહિલાની પજવણી કરી | He molested women by covering his daily bike number plate, molested 20 women in two months.

રાજકોટ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપી કૌશલ રમેશભાઇ પીપળિયા ઝડપાયો - Divya Bhaskar

આરોપી કૌશલ રમેશભાઇ પીપળિયા ઝડપાયો

રાજકોટ શહેરમાં 13 દિવસ પહેલા અક્ષર માર્ગ પર યોગા ટીચર લિફટમાં જઇ રહ્યા હતાં ત્‍યારે તેની સાથે અત્‍યંત વિકૃત હરકત કરી પોતાનું ગુપ્‍તાંગ બતાવી તેમજ મારકુટ કરી ભાગી ગયો હતો. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી અને આવા વિકૃતને દબોચી લેવા પોલીસ સામે પડકાર આવી ગયો હતો. માલવીયાનગર પોલીસની ટીમે ચૂંટણી બંદોબસ્‍ત કરવાની સાથે સાથે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પણ રાત દિવસ એક કર્યા હતાં અને અંતે આ શખ્‍સને દબોચી લીધો હતો.

છેડતી કરી ભાગી જતો
કુસ્‍તીમાં ગોલ્‍ડ મેડાલિસ્‍ટ રહી ચુકેલા દેવપરાના આ યુવાને પોતે અંગત આનંદ માટે જ આવુ કરતો હોવાનું અને છેલ્લા બે વર્ષથી આ રીતે એકલ દોકલ મહિલાને શિકાર બનાવતો હોવાનું કબુલ્‍યું હતું. પોતાની મજા માટે તે વહેલી સવારે ઘરેથી નીકળી દેવપરા પાસેના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટને કપડાથી ઢાંકી દેતો, પોતે પણ મોઢે માસ્‍ક, માથે ટોપી પહેરી લેતો અને બાદમાં છેડતી કરવા જતો હતો. રોજની બે-ત્રણ મહિલાની તે છેડતી કરી ભાગી જતો હતો.

મહિલાઓની છેડતી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત.

મહિલાઓની છેડતી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત.

બે વર્ષમાં 100થી વધુ મહિલાઓની છેડતી કરી
પોલીસે કૌશલ રમેશભાઇ પીપળીયાને દબોચી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી. પોલીસની વિસ્‍તૃત પુછતાછમાં માત્ર યોગા ટીચર જ નહિ શહેરની અનેક પોશ વિસ્‍તારની સોસાયટીઓમાં આ શખ્‍સે છેલ્લા બે વર્ષમાં 100થી વધુ મહિલા, યુવતિઓને પોતાની હરકતનો ભોગ બનાવી હોવાનું કબુલ્‍યું હતું. પરંતુ આબરૂ જવાની બીકે કે પછી શરમને કારણે ભોગ બનનાર કોઇએ ફરિયાદ નોંધાવી નહોતી. છેલ્લે 22 નવેમ્બરના રોજ યોગા ટીચર આવી હરકતનો ભોગ બનતાં તેમણે હિમ્‍મત દાખવી ફરિયાદ કરી હતી અને માલવીયાનગર પોલીસની ટીમ કામે લાગી ગઇ હતી.

1500 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા
પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ આવ્‍યા હતાં પરંતુ તેમાં મોઢુ દેખાતુ નહોતું. બાઇકના ફૂટેજ પણ મળ્‍યા હતાં પરંતુ તેમાં નંબર પ્‍લેટ ઢાંકેલી હાલતમાં હતી. પોલીસ માટે આ વિકૃતને શોધી કાઢવો પડકારરૂપ બની ગયું હતું. ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસે ચૂંટણી બંદોબસ્‍તની સાથે સાથે આ ગુનો ડિટેક્‍ટ કરવા પણ રાત દિવસ એક કરી દીધા હતાં. જેના ભાગ રૂપે મોલ, દૂકાન, ઓફિસ, ઘર, શેરી-મહોલ્લા, સોસાયટીઓના હોલ, આઇ-વે પ્રોજેક્‍ટના કેમેરાના ફૂટેજ મળી અંદાજે 1500 જેટલા ફુટેજ ચેક કર્યા હતાં. લાલ જમ્‍પરવાળુ બાઇક કે જેની નંબર પ્‍લેટ ઢાંકી દેવામાં આવેલી હોય છે એ બાઇક ક્‍યા કયા રસ્‍તેથી જાય છે, કઇ તરફ નીકળે છે અને છેલ્લે ક્‍યાં જાય છે એ શોધવા પોલીસે આકાશપાતાળ એક કરી દીધા હતાં અને અંતે સફળતા મળી હતી.

કૌશલે મહિલાને માર માર્યો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં.

કૌશલે મહિલાને માર માર્યો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં.

એકાદ વર્ષ પહેલા પણ સતત આવી ઘટનાઓ નોંધાઈ હતી
પોલીસે તપાસ શરૂ કરી પછી અમુક સોસાયટીઓના રહેવાસીઓ સામેથી જુના ફૂટેજ લઇને આવ્‍યા હતાં. એકાદ વર્ષ પહેલા પણ સતત આવી ઘટનાઓ પંચવટી, પર્ણકુટીર, ઇન્‍દ્રપ્રસ્‍થ, એસ્‍ટ્રોન સોસાયટી સહિતના વિસ્‍તારોમાં બની હોઇ અને ત્‍યારે પણ એક નંબર વગરના ટુવ્‍હીલર પર આવતો શખ્‍સ આ રીતે મહિલાઓ-યુવતિઓની પજવણી કરી હલકી હરકત કરી ભાગી જતો હોવાની માહિતી મળતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. અંતે ફૂટેજને આધારે પોલીસ આરોપીનું બાકઇ જે રસ્‍તે આવ-જા થતું હતું તેના આધારે દેવપરા વિસ્‍તારમાં પહોંચી હતી અને ત્‍યાંના બધા નાકા દબાવી વોચ રાખી હતી.

આ બાઇકનો માલિક કોણ?
આખરે ચોક્કસ માહિતી મળી હતી કે ફૂટેજમાં દેખાતો છેડતીબાજ શખ્‍સ દેવપરાના વિશાખા ગોલ્‍ડ એપાર્ટમેન્‍ટમાં રહે છે. પોલીસ ત્‍યાં પહોંચી ત્‍યારે પાર્કિંગમાં ફૂટેજમાં દેખાતુ હતું તે વર્ણનનું બાઇક જોવા મળતાં જ પોલીસે આ બાઇકનો માલિક કોણ? તે શોધતાં જ બીજા માળે 201માં રહેતો કૌશલ પીપળીયા હાથમાં આવ્‍યો હતો. પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ પોલીસે ત્રીજુ નેત્ર ખોલતાં જ તેણે પોતાનો ગુનો કબુલ્‍યો હતો. એટલુ જ નહિ બે વર્ષથી તે આવુ કરતો હોવાનું અને આમ કરવામાં પોતાને વિકૃત આનંદ મળતો હોવાનું કહેતાં પોલીસે બરાબરની પુછતાછ કરી હતી.

કૌશલ અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે.

કૌશલ અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે.

કૌશલ વિકૃત હરકત કરી નાસી જતો
ઝડપાયેલો કૌશલ કુંડલીયા કોલેજમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરે છે. તેના પિતા યાર્ડમાં પેઢી ધરાવે છે. તે અગાઉ ફ્રી સ્‍ટાઇલ કુસ્‍તીમાં સતત ચાર વર્ષ ચેમ્‍પિયન રહેતાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતો. કૌશલ કુંવારો છે અને તેનો મોટો ભાઇ વિદેશ રહે છે. ભાઇ પણ કુંવારો છે. કૌશલ પોતાનો વિકૃત આનંદ સંતોષવા વહેલી સવારે સાડા પાંચેક વાગ્‍યે બાઇક લઇને ઘરેથી નીકળતો હતો અને દેવપરા પાસેના પટમાં જઇ પહેલા બાઇકની બંને નંબર પ્‍લેટ કપડાથી કે બીજી રીતે ઢાંકી દેતો હતો. એ પછી માથે ટોપી પહેરતો, માસ્‍ક પહેરતો અને માત્ર આંખ જ ખુલ્લી રહે એ રીતે તૈયારી કરી બાઇક પર નીકળી પડતો હતો અને જે રસ્‍તે મહિલા, યુવતિ એકલા વોકીંગમાં જતાં દેખાય તેની સામે વિકૃત હરકત કરી છેડછાડ કરી ભાગી જતો હતો.

રોજીંદા કામોમાં પરોવાઇ જતો
દરરોજ સવારે શેઠ હાઇસ્‍કૂલની જીમમાં જવાની આદત ધરાવતો કૌશલ એક દિવસ જીમમાં જતો અને બે દિવસ રજા રાખી પોતાની વિકૃત હરકતો સંતોષવા નીકળી પડતો હતો અને એક જ દિવસમાં બે કે વધુ મહિલાને શિકાર બનાવી ભાગી જતો હતો. જે રસ્‍તે તે છેડતી કરતો ત્‍યાંથી પાછો વળવાને બદલે બીજા જ માર્ગ શોધી નીકળી જતો હતો. પંચવટીમાં છેડતી કરી હોય તો આડો અવળો થઇ મવડી ઓવર બ્રીજ થઇ અટીકા થઇ ત્‍યાંથી જંગલેશ્વર તરફ જતો અને છેલ્લે જ્‍યાં સીસીટીવી કેમેરા ન હોય એવા રસ્‍તેથી દેવપરા તરફ જઇ ઘરે પહોંચી જતો હતો અને રોજીંદા કામોમાં પરોવાઇ જતો હતો.

અશ્લીલ હરકતો કરીને નાસી જવાની આદત ધરાવતો હોવાનું સામે આવ્યું.

અશ્લીલ હરકતો કરીને નાસી જવાની આદત ધરાવતો હોવાનું સામે આવ્યું.

આ પહેલા પણ પોલીસના ચોપડે ચડી ચુક્યો છે
વર્ષ 2021 માં કૌશલ પીપળીયાએ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનની હદના અમીન માર્ગ પર આવેલી ઓફિસમાં ચોરી કરવા ગયો હતો ત્‍યારે ઓફિસમાંથી રોકડ કે બીજી કિમતી ચીજવસ્‍તુ ન મળતાં પિસ્‍તોલ ચોરી લીધી હતી. આ મામલે જે તે વખતે એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતો. આ પિસ્‍તોલ સાથે તેને આજીડેમ પોલીસે પકડતાં ત્‍યાં આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: