Sunday, December 4, 2022

ગુજરાત ચૂંટણી 2022: દાહોદના ગરબાડા કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયાએ સ્થાનિકો સાથે બોલાચાલી- જુઓ વીડિયો

Gujarat Election 2022: દાહોદના ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાની સ્થાનિકો સાથે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ચંદ્રિકા બારીયા સ્થાનિકો સાથે શાળાના ઓરડા બાબતે બોલાચાલી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ડિસે 04, 2022 | 11:47 PM

દાહોદના ગરબાડા કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયાની સ્થાનિક સાથે બોલાચાલી સામે આવી છે. ધારાસભ્યના શાળામાં ઓરડાની કામગીરી કર્યાના નિવેદન પર સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. અને સ્થાનિકો અને કોંગ્રેસના MLA ચંદ્રિકા બારીયા વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. MLAએ કહ્યુ કે, વિધાનસભામાં જઈને રજૂઆત મે કરી હતી અને જેથી શાળામાં ઓરડા આવ્યા પરંતુ સ્થાનિકોએ તેમની નિષ્ક્રિયતા સામે સવાલો કરતા બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઓરડા ક્યાંથી લઈ આવ્યા, વિધાનસભામાં બોલવા ગયેલો જેવી બોલાચાલી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમા ચંદ્રિકા બારિયા સ્થાનિકો સાથે જીભાજોડી કરતા પણ જોવા મળ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  દાહોદ જિલ્લાની 6 બેઠકો પર હાથ ધરાશે મતદાન પ્રક્રિયા

દાહોદ જિલ્લો જે મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોવાના પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્યમા દારૂબંધી હોવા છતાય મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે સંપૂર્ણ ડ્રાય ડે તરીકે જાહેર કરાયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ હતુ જેમા તારીખ 3/12/22 ના સાંજે 5/00 થી 5/12/22 ના સાંજના 5 /00 સુધી એટલે મતદાન પૂર્ણ થાય ત્યા સુધી ડ્રાય ડે જાહેર કરવામા આવેલો છે, જયારે મતગણતરી ના રોજ એટલે કે 8/12/22 ના રોજ સંપૂર્ણ દિવસના ડ્રાય ડે અંગે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

Related Posts: