દિવડાકોલોની5 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 5226 ખેડૂતોઅે રજિસ્ટ્રેશન કરાવ્યુ: ખેડૂતોને ટેકાના ભાવમાં વધારે રૂપિયા મળે
મહીસાગર જીલ્લાના 6 તાલુકાના 5226 ખેડૂતો ખરીફ માર્કેટીંગ સીઝન 2022-23 અન્વયે ડાંગરનુ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 2303 ખેડૂતોની આશરે 28 કરોડની ડાંગર સરકારે ટેકાના ભાવે અત્યાર સુધીમાં ખરીદી કરી છે. જ્યારે બાકી રહેલા 2923 ખેડૂતો આગામી દિવસોમાં ડાંગર ખરીદ સેન્ટર ખાતે જમા કરાવશે.
લુણાવાડા, બાલાસિનોર, કડાણા, સંતરામપુર, ખાનપુર, વીરપુરના એપીએમસી માં સરકાર દ્વારા જાહેર કરેલા ડાંગરના ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી છે. અત્યાર સુધી જીલ્લામાં 5226 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ એપીએમસી કેન્દ્રોમાં ખરીદીનો પ્રારંભ થતા ખેડુતોમાં આનંદ વ્યાપી ગયો છે.
અત્યાર સુધી કુલ 2303 ખેડૂતોની આશરે રૂા. 28 કરોડની ડાંગર સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે. જ્યારે બાકી રહેલા 2923 ખેડૂતો આગામી દિવસોમાં ડાંગર ખરીદ સેન્ટર ખાતે જમા કરાવશે. કડાણા ખાતે ડાંગર વેચવા માટે ખેડુતો ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતોને ઉપજનો સારો ભાવ મળે માટે વિવિધ પેદાશોના ભાવો પણ નક્કી કર્યા હતા. જે ખેડૂતોએ ટેકાના ભાવે થતી ખરીદીમાં પાક વેચવો હોય તેઓને પહેલા રજીસ્ટ્રેશન કરવાનું હતો. ત્યાર બાદ કેન્દ્ર પરથી મેસેજ દ્રારા જાણ કરવામાં આવતા ખેડૂત કેન્દ્ર પર પોતાનો પાક લઇને જવાનું નક્કી કર્યું હતું.
ત્યારે પુરવઠા વિભાગઅને તાલુકા કક્ષાએ સંકલનના અભાવે તમામ ખેડૂતોને વેચાણ ના મેસેજ મોકલ તાં લાંબી લાઇનો જોવા મળી છે. દીવડા થી આગળ આવેલા સરકારી ગોડાઉનથી લઈને લુણાવાડા માર્ગ ઉપર બે દિવસ સુધી 2 કિમીની લાંબી લાઈનો લાગતા તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો તંત્રના કર્મીઓમા સંકલનના અભાવને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદી કરતાં અધિકારીઓ અને કર્મીઓને રજૂઆત કરતાં હોય છે. પરંતુ નિકાલ ન લાવતા ખેડૂતો વેપારીઓને સસ્તા ભાવે વેચે છે.
5226 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
લુણાવાડા 2061 સંતરામપુર 1378
કડાણા 1005 ખાનપુર 453 બાલાસિનોર 174 વિરપુર 155
લાઇનમાં હોય તેની પાસેથી ખરીદી કરીએ
જિલ્લામાંથી ખેડૂતોને વેચાણ માટે એક સામટા અઠવાડિયાની તારીખોના ખેડૂતોને મેસેજ મોકલી આપ્યા છે. હવે ખેડૂતો એકસાથે આવી ગયા છે. અમે તારીખ નથી જોતા જે લોકોમાં લાઈનમાં આવે તેમની પાસે ખરીદી કરીએ છીએ. – સતિષભાઈ ભીલ, ગોડાઉન મેનેજર.