السبت، 31 ديسمبر 2022

રાજકોટમાં કથામાં રોજ 250 લીટર દૂધની ચા ભક્તોને પીવડાવે છે, કહ્યું- પત્નીના દાગીના, છકડો વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ | A rickshaw puller in Rajkot feeds devotees 250 liters of milk tea daily in Katha

રાજકોટ6 મિનિટ પહેલા

રાજકોટના રેસકોર્સ મેદાનમાં હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે. જેમાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા વ્યાસપીઠ પરથી રોજ હજારો લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાનો પાંચમો દિવસ છે અને અત્યારસુધી ચાર દિવસમાં કુલ 80 હજારથી વધુ લોકોએ આ કથા સાંભળી છે. જો કે આ કથામાં કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે સેવા પણ કરી રહ્યા છે. તેમાંના એક છે છકડો રિક્ષાના ચાલક પાચાભાઈ ભરવાડ. જેઓ દરરોજ કથામાં આવતાં હજારો લોકોને 200-250 લીટર દૂધની ચા નિસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવી હતી. પાચાભાઈએ સ્વામીને કહ્યું હતું કે, પત્નીના દાગીના, છકડો રિક્ષા વેચી દઈશ, બાકી ચા તો પીવડાવીશ જ.

દૂધ, ચા, ખાંડ સહિત તમામ ખર્ચ ઉપાડ્યો
સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં વ્યાસપીઠ પરથી જણાવ્યું કે, અહીં એક ભરવાડ બાપા આવ્યા છે તે દરરોજ બધાને ચા પીવડાવે છે. એમની પાસે કંઈ નથી, છકડો ચલાવે છે. તેમણે એવું કહ્યું હતું કે, મારા ઘરવાળાના દાગીના અને છકડો વેચી દઈશ બાકી ચા તો હું જ પીવડાવીશ. કથા શરૂ થઈ એ પહેલાં અન્ય લોકોએ તેમને એવું કહ્યું કે, દૂધ અને ચા-ખાંડ અમે આપીશું તો તરત જ તેમણે કહ્યું કે તો નથી પીવડાવી. બધુ જ મારું હોય તો ચા પીવડાવીશ. મને ખાલી જગ્યા આપો. તપેલાં, ગેસ, ચા-ખાંડ અને માણસો પણ મારા અને પીવડાવીશ પણ હું.

પાચાભાઈએ જ તમામ ખર્ચ ઉપાડ્યો છે.

પાચાભાઈએ જ તમામ ખર્ચ ઉપાડ્યો છે.

હું અહીંયા સેવા આપવા આવું છું: પાચાભાઈ
રિક્ષા ચલાવનાર પાચાભાઈએ જણાવ્યું હતું કે, હું હનુમાન દાદા ઉપર શ્રદ્ધા ધરાવું છું. દાદાએ મને સુઝાડ્યું છે, દાદાએ મને અહીંયા મોકલ્યો છે. દાદાએ કહ્યું કે, તું સેવા કરવા જા, તારી સેવા થઈ જશે. માટે હું અહીંયા સેવા આપવા આવું છું. અહીંયા રોજ 200થી 250 લીટર દૂધ આવે છે. જેમાં સાથે ચા-ખાંડ પણ અમે લાવીએ છીએ. ભગવાનની આપણા ઉપર કૃપા થઈ ગઈ છે અને સ્વામીજી પણ રાજી થઈ ગયા. જેથી આજે અમે પણ રાજી થઈ ગયા. હું રિક્ષા ચલાવીને મારૂ ગુજરાન ચલાવુ છું. હું દાદાનું નામ લઈને સેવા કરી રહ્યો છું. જેમાં દાદા પણ મને સાથ આપી રહ્યાં છે.

કથામાં આવતા ભક્તો ખુશી ખુશી ચાની ચૂસકી લગાવે છે.

કથામાં આવતા ભક્તો ખુશી ખુશી ચાની ચૂસકી લગાવે છે.

સ્વામીજીએ પાચાભાઈનું સન્માન કર્યું
ભાવિક હીરાભાઈ જોગરાણીયાએ જણાવ્યું હતું કે, આ જે કથા ચાલી રહી છે તેમાં અમને જે જગ્યા આપી છે તે અમારા માટે ગૌરવની વાત છે કે અમને સેવાનો લાભ મળ્યો છે. અમારા પાચાભાઈને જ એમ થયું કે મારે કઈક અહીંયા કરવું છે. મારે અહીંયા સેવા આપવી છે. જેથી તેમને સ્વામીજીને રજૂઆત કરી અને એ લોકોએ સ્વીકારી લીધું. સાચી મહેનત તો અમારા પાચાભાઈની છે. માણસ નાનો છે પણ તેનું દિલ મોટુ છે. સ્વામિજીએ કાલે જ તેમનું વ્યાસપીઠ પરથી સન્માન કર્યું છે. એટલે અમારા પરિવાર અને સમાજ માટે ગૌરવની વાત છે. અમે હનુમાન દાદા અને દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના કરી છે કે, અમને આવી જ સેવા કરવા શક્તિ આપે.

ચા બનાવવા માટે પાચાભાઈને કથાસ્થળે ખાસ જગ્યા આપવામાં આવી

ચા બનાવવા માટે પાચાભાઈને કથાસ્થળે ખાસ જગ્યા આપવામાં આવી

આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે
પાચાભાઇની સેવાભાવના જોઈને સ્‍વામીજીનું હૃદય ગદગદીત થઈ ગયું હતું. સ્‍વામીજીએ કહ્યું હતું કે, સેવા કરવા માટે માત્ર પૈસા જ મહત્‍વના નથી પણ વ્‍યક્‍તિનો ભાવ ઉત્તમ હોવો જોઈએ અને તેનું જીવતું ઉદાહરણ આપણી સામે રાજકોટના સામાન્ય પરિવારના વૃદ્ધ આ રિક્ષાચાલક છે. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો ભવ્‍ય અન્‍નકુટ દર્શન યોજાયો હતો. જેમાં હરિભક્તો તેમજ શ્રાવકો પોતાના ઘરે બનાવેલી વાનગીઓ બનાવીને આ ભવ્‍ય અન્નકૂટ ભગવાનને ધરાવ્યો હતો. જ્યારે આજે પાંચમા દિવસે શનિવારના રોજ સાંજે કથામાં ભવ્‍ય હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે.

બાળકોથી લઈ વડીલો સૌ કોઈ ચા પીને આનંદ માણી રહ્યા છે.

બાળકોથી લઈ વડીલો સૌ કોઈ ચા પીને આનંદ માણી રહ્યા છે.

અન્નકૂટમાં શું શું ધરાવાયું

  • 2000થી વધુ બનાવેલી વાનગીનો ભોગ ધરાવાયો
  • 100થી વધુ ફ્રૂટ પ્રસાદીમાં ધરવાયા
  • 1500થી વધુ મીઠાઇનો ભોગ ધરાયો
  • 2500થી વધુ વાનગી અન્નકોટ મહોત્સવમાં ધરાવાઇ
સ્વામી હરિપ્રકાશદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

સ્વામી હરિપ્રકાશદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

હનુમાનદાદાના અન્નકૂટના દર્શન.

હનુમાનદાદાના અન્નકૂટના દર્શન.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.