Saturday, December 10, 2022

મોડાસાના ભેગોડિયા ડુંગર વિસ્તારમાં એક સાથે 3 દીપડા દેખાયા; વન વિભાગ દ્વારા પાંજરું મૂકી રેસ્ક્યુ કરાય એવી માગ | 3 leopards spotted simultaneously in Bhegodia Dungar area of Modasa; Demand that rescue be done by the forest department by placing a cage

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • 3 Leopards Spotted Simultaneously In Bhegodia Dungar Area Of Modasa; Demand That Rescue Be Done By The Forest Department By Placing A Cage

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

પ્રતિકાત્મક તસવીર

હાલ શિયાળાની મોસમ ધીરે ધીરે જામી છે. આવી ઠંડીની મોસમમાં વન્ય પ્રાણીઓ બહાર આવતા હોય છે. ત્યારે મોડાસાના લાલપુર ગામે દીપડાએ દેખા દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

ગામલોકોમાં દીપડાના સમાચારથી ફફડાટ
મોડાસાના સરડોઈ, લાલપુરએ ડુંગરાળ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડો, નીલગાય, રોજ વગેરે વન્ય પ્રાણીઓ રહે છે. ત્યારે શિયાળાની મોસમ વન્ય પ્રાણીઓને લટાર મારવા માટે યોગ્ય મોસમ ગણાય છે. મોડાસાના સરડોઈ લાલપુર વિસ્તારમાં આવેલા ડુંગરો પર સાંજના સુમારે દીપડો જોવા મળ્યો હતો. ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે ડુંગર પર ત્રણ ત્રણ દીપડા જોવા મળ્યા હતા. જેથી આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. અડધી રાત્રે જો દીપડા નીચે આવે તો પશુપાલકોને પશુધન શિકાર કરી જાય એવો ભય સતાવી રહ્યો છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે, વન વિભાગ દ્વારા દીપડાઓનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવે જેથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં રાહત થાય અને ભય દૂર થાય.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: