પોરબંદર2 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે. આગામી 31 ડિસેમ્બરના તહેવારની અલગ-અલગ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવનાર છે. જે અનુસંધાને પોરબંદર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જૂઓ પોલીસ અધિક્ષકે કઈ કઈ અપીલ કરી…
- પોરબંદર જીલ્લામા નશો કરીને નીકળનારાને ચેક કરવા બ્રેથ એનેલાઈઝર્સનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ નશો કર્યો હોવાની આશંકા પણ પડશે તો તે દરેક વ્યક્તિને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યાં રિપોર્ટ મુજબ જ આગળની કાર્યવાહી થશે.
- પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, ક્લબ, કેફે તેમજ અન્ય જગ્યાઓ પર પાર્ટી કે ઉજવણી કરતા હોય ત્યાં સવારથી જ પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમા સઘન વાહન ચેકીંગ કરી આવારા તત્વોને કાયદાની ભાષામાં સમજાવવામાં આવશે.
- પોરબંદર જીલ્લામાં 11 જેટલી ચેક પોસ્ટો ઉભી કરવામાં આવનાર છે. તથા પોરબંદર જીલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેક પોસ્ટ ગોઠવી દેવામાં આવી છે. રાત્રીના 12 વાગ્યા બાદ આવશ્યક કારણ વગર લોકો અવર-જવર કરશે તો તેનું સઘન ચેકીંગ કરાશે.
- 31 ડિસેમ્બરની પાર્ટી કે ઉજવણી વાળી જગ્યાઓ પર પોલીસ બાઇકથી પેટ્રોલીંગ કરીને વોચ રાખશે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય ડિવાયએસપી, તેમજ શહેર વિસ્તારમાં શહેર ડિવાયએસપી, એસઓજી, એલસીબીની ટીમો દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે.
- પોરબંદર પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા પુરતી વોચ રાખવામાં આવશે.
અસામાજીક તત્વો દ્વારા ઉજવણી દરમિયાન કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી તહેવારની ઉજવણીમાં ખલેલ ન પહોંચે તે અંગે પોરબંદર જીલ્લા પોલીસ કટીબધ્ધ છે. જેથી પોરબંદર જીલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, તમારી આસપાસ અથવા તમારા વિસ્તારમાં કોઇ આવારા કે અસામાજિક તત્વો દ્વારા કોઇ ગેરકાયદેસર કામગીરી કરવામા આવે તો તાત્કાલિક જીલ્લા કંટ્રોલ નંબર 0286-2240922 તથા મોં. 89800 09815 ઉપર જાણ કરવી તથા જાણ કરનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે…