મહેસાણા26 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહેસાણા તાલુકાના બાયપાસ પાસે આવેલા માલગુડી હોટલ પાસે પાર્ક કરેલી ગાડી નંબર (GJ6PK1970)ના કાચ તોડી ગાડીમાં રહેલું લેપટોપ, ચાંદીના દાગીના, કપડાં તેમજ રોકડ રકમ મળી કુલ 3.35 લાખના મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગઈ હતા.
ગાડી પાર્કિંગમાં મૂકી હતી
વડોદરાના સુલભ ગુપ્તાએ આજે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ પોતાની સાળીના લગ્ન હોવાથી સતલાસણા આવ્યા હતા. જેથી લગ્ન માટે પોતાની ગાડીમાં કપડાં, સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ લઇ આવ્યાં હતા. મહેસાણા ફતેપુરા સર્કલ પાસે આવેલા માલગુડી હોટલ પાસે સાળીના રીસેપ્શન પર આવ્યાં હતાં ને ગાડી પાર્કિગમાં મૂકી હતી.
3 લાખથી વધુની ચોરી થઈ
ગાડી પાર્કિંગમાં મૂકી રીસેપ્શનમાં ગયા હતા, બાદમાં રાત્રે 10 કલાકે પરત આવ્યાં, ત્યારે ગાડીના કાચ અને ડેકીનો કાચ તોડી અને ગાડીમાં મુકેલા 20 હજારનું લેપટોપ, 16 હજારની બેગો, 6 હજારના બુટ-ચપ્પલ, 6 હજાર રૂ.નો જુડો, 20 હજાર રોકડા, 4 હજાર 500 ડાયમન્ડ સેટ, 6 હજાર રૂ. સેટ, 9 હજારની કાંડા ઘડિયાળ, 64 હજારના કપડા મળી કુલ 3 લાખ 35 હજાર મત્તાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.