Monday, December 12, 2022

રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 35 ટકા વાવેતર ભાવનગરમાં થયું | 35 percent of the total onion cultivation in the state was done in Bhavnagar

ભાવનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

  • ત્રણ સપ્તાહ પૂર્વે જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 11,500 હેકટર હતું તે હવે વધીને 60,500 હેકટર થઇ ગયુ
  • ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં થયુ

શિયાળુ ઠંડીનો આરંભ ગોહિલવાડ પંથકમાં થઈ ગયો છે જ્યારે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લાં 3 જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 49,000 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું કુલ વાવેતર 60,500 હેક્ટરને આંબી ગયું છે.

જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીનું 16,300 હેક્ટરમાં થયું છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 16,300 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 34.75 ટકા વાવેતર ભાવનગરમાં થયું છે.

ગત સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર વધીને 53,200 હેકટરમાં થયું હતુ. તે આ સપ્તાહે વધીને 60,500 હેક્ટર થઇ ગયું છે. ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે.ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે જેમાં હવે ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર 46,900 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 16,300 હેકટરમાં વાવેતર થયું છે.

ક્યા પાકનું કેટલું વાવેતર

પાક વાવેતર
ડુંગળી 16300 હેક્ટર
ઘઉં 13200 હેક્ટર
ચણા 9900 હેક્ટર
શાકભાજી 2200 હેક્ટર
જુવાર 900 હેક્ટર
ઘાસચારો 16600 હેક્ટર

અન્ય સમાચારો પણ છે…