મહેસાણા19 મિનિટ પહેલા
- કૉપી લિંક

- રોડ સેફ્ટી અંતર્ગત 5 ટીમોનું મહેસાણાની 5 સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ
- વાહનોનું પરમિટ, દસ્તાવેજો અને ફીટનેશ સર્ટી ન જણાતાં દંડ કરાયો
મહેસાણા આરટીઓએ રોડ સેફ્ટી અંતર્ગત મંગળવારે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. આરટીઓની 5 ટીમે શહેરની 5 સ્કૂલોમાં ચલાવેલી ડ્રાઇવમાં 42 સ્કૂલ વાહનોને દંડ્યા હતા. તેમજ રૂ.3.40 લાખનો દંડ ફટકાર્યો હતો. મહેસાણા આરટીઓ અધિકારી એસ.એમ. પટેલે ડ્રાઇવ અંગે જણાવ્યું કે, મંગળવાર સવારે 7 કલાકે આરટીઓની 5 ટીમોએ શહેરની 5 અલગ-અલગ સ્કૂલોમાં રોડ સેફ્ટી અંતર્ગત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સ્કૂલ વાહનોના દસ્તાવેજો સાથે રોડ સેફ્ટી અંતર્ગત ભૌતિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બાળકો લઈ જવા લાવવા માટે વપરાતા પ્રાઇવેટ વાહનોનું પરમિટ, વાહનોના જરૂરી દસ્તાવેજો અને ફીટનેશ સર્ટીનો અભાવ જણાતાં દંડનીય કાર્યવાહી કરાઇ હતી. કુલ 42 વાહન ચાલકોને રૂ.3.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીજી બાજુ, દંડનીય કાર્યવાહી ઉપરાંત સ્કૂલ વાહન ચાલકો તેમજ શાળાના સંચાલકો સાથે ચર્ચા કરી બાળકોને સુરક્ષિત પરિવહનની સેવા મળી રહે તે માટે જરૂરી સૂચનો કરાયા હતા. આવનાર રોડ સેફટી અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.