Tuesday, December 13, 2022

કતારના ફિફા વર્લ્ડકપમાં વધુ એક પત્રકારનું મોત, 48 કલાકમાં આ બીજી ઘટના

આ પહેલા અમેરિકાના પત્રકાર ગ્રાંટ વાહલના મોતના સમાચાર આવ્યા હતા. તે ઘટનાને 48 કલાક પણ ન થયા હતા તે પહેલા જ બીજા એક પત્રકારના મોતના સમાચાર આવતા આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ હતી.

કતારના ફિફા વર્લ્ડકપમાં વધુ એક પત્રકારનું મોત, 48 કલાકમાં આ બીજી ઘટના

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

આખી દુનિયામાં હાલ ફિફા વર્લ્ડકપ 2022ને કારણે ‘ફિફા ફીવર’ છવાયો છે પણ આ ઉત્સાહ વચ્ચે કતારના ફિફા વર્લ્ડકપ દરમિયાન વધુ એક પત્રકારના મોતના સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટ કવર કરી રહેલા ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ મિસ્લામનું મોત થયુ છે. કતારના ફિફા વર્લ્ડકપમાં 48 કલાકમાં આ બીજી ઘટના છે. આ પહેલા અમેરિકાના પત્રકાર ગ્રાંટ વાહલના મોતના સમાચાર આવ્યા હતા. તે ઘટનાને 48 કલાક પણ ન થયા હતા તે પહેલા જ બીજા એક પત્રકારના મોતના સમાચાર આવતા આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ હતી.

ફિફા વર્લ્ડકપ 2022 હવે તેની અંતિમ તબક્કામાં છે. ગ્રુપ સ્ટેજ, પ્રી કવાર્ટર ફાઈનલ અને કવાર્ટર ફાઈનલની કુલ 60 રોમાંચક મેચ બાદ હવે સેમિ ફાઈનલ 4 દમદાર ટીમો વચ્ચે જંગ જામશે. 14 ડિસેમ્બરના રોજ પ્રથમ સેમિફાઈનલ મેચ અને 15 ડિસેમ્બરના રોજ બીજી સેમિફાઈનલ મેચ રમાશે.

કતારના ફોટો જર્નાલિસ્ટનું મોત

મીડિયા રિપોર્ટસ અનુસાર, કતારના ફોટો જર્નાલિસ્ટ ખાલિદ અલ-મિસ્લા એ અલ કાસ ટીવી માટે કામ કરતો હતો. તેનું મોત રવિવારના દિવસે થયુ છે. એક ન્યૂઝ ચેનલના ચીફ એડિટરે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે કતારમાં ફિફા વર્લ્ડકપ દરમિયાન બીજા એક પત્રકારનું મોત. કતારના ન્યૂઝ ચેનલ અલ કાસ ટીવીમાં કામ કરતા ખાલિદ અલ-મિસ્લામ નથી રહ્યા. એક દિવસ પહેલા અમેરિકાના ફૂટબોલ પત્રકાર ગ્રાંટ વાહલનું પણ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન મોત થયુ હતુ.

અલ કાસ ટીવી એ આ ખબરની પુષ્ટિ કરી છે

એક રિપોર્ટ અનુસાર અલ કાસ ટીવી એ પણ એક લાઈવ પ્રસારણ દરમિયાન પોતાના પત્રકારના મોતના આ સમાચારની પુષ્ટિ કરી છે. તેઓ પણ તેના મોતના કારણ અંગેના વધારાના સમાચારની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારના રોજ લુસેલ આઈકોનિક સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચેની કવાર્ટર ફાઈનલ મેચ કવર કરતા સમયે 48 વર્ષના અમેરિકી પત્રકાર ગ્રાંટ વાહલનું મોત થયુ હતુ.

તેમના ભાઈ એરિકે આરોપ લગાવ્યો છે કે પૂર્વ સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેજ પત્રકારના મોત પાછળ કતારની સરકારનો હાથ છે. પત્રકારની પત્ની સેલીન ગૌંડરે પણ પોતાના પતિના મોતનું દુખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યુ હતુ. સેલીન ગૌંડરે મહામારી અને સંક્રામક રોગોની વિશેષજ્ઞ છે. બંને પત્રકારના મોત કઈ રીતે થયા તેની જાણકારી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.

Related Posts: