Thursday, December 8, 2022

પાટણ મામલતદાર કચેરીમાંથી લાભાર્થીઓને પરિશિષ્ટ 5 મુજબનું જ પ્રમાણપત્ર આપવાં માંગ | Request to issue certificate as per Annexure 5 to beneficiaries from Patan Mamlatdar office

પાટણ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત જૂથ વીમા યોજના માટે ખેતીની જમીન ધરાવતા નથી નું પ્રમાણપત્ર આપવા રજૂઆત

પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાર નરેશભાઈ દ્વારા લાભાર્થીઓને શ્રમ વિભાગમાં અકસ્માત જૂથ વીમા યોજના માટે ખેતીની જમીન ધરાવતા નથી તેવું પ્રમાણપત્ર નિયત નમુના પાંચ મુજબ આપવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના શ્રમ વિભાગમાં અકસ્માત જૂથ વીમા યોજના અંતર્ગત સહાય મેળવવા સારું ખેતીની જમીન નથી તેવું સરકારના ઠરાવ ક્રમાંક મુજબ પ્રમાણપત્ર પરિશિષ્ટ પાંચ મુજબ જ જોઈતું હોય છે પરંતુ તમામ મામલતદાર કચેરીમાં અલગ અલગ નમૂનામાં પ્રમાણપત્ર મળતા હોય તેમના સહાયના ફોર્મ રદ થતા હોય સહાયતી વંચિત રહેતા હોવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા હોય સત્વરે મામલતદાર કચેરીમાંથી નિયમ મુજબ સરકારના ઠરાવ પ્રમાણે ખેતીની જમીન ધરાવતા નથી તેઓ પ્રમાણપત્ર નિયત નમુના પરિશિષ્ટ પાંચ મુજબ જ આપવામાં આવે તેવી પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને. પાટણ કલેકટરને રજૂઆત કરી તત્કાલ આ પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: