ગોધરા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શહેરા ભાજપના ઉમેદવારનો એજન્ટ હતો, ફરી મારવાની ધમકી
ધાણીત્રાના વિજયકુમાર પરમાર તા. 5 ડિસેમ્બર ની ચૂંટણીમાં મતદાન બૂથ પાંડવીયા માં ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડના એજન્ટ તરીકે ગેટની બહાર કામગીરી કરતા હતો. તે વખતે ગામના મુવાડા ફળીયાના અમરસિંહ રામસિંહ ચૌહાણ, જીતેન્દ્રકુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપભાઈ સોમાભાઈ ચૌહાણ જેઠાભાઈ ભરવાડના એજન્ટની કામગીરી કરતા જોઈ તુ જેઠાભાઇનો એજન્ટ બન્યો છે. તેમ કહી મા-બેન સમાણી ગંદી ગાળો આપી ત્રણેય જણાય મળી માર માર્યો હતો.
ત્યાર બાદ તેઓના અન્ય સાગરીતો પૃથ્વીભાઈ ચૌહાણ, નરેન્દ્ર ચૌહાણ, જયપાલ ચૌહાણ, પિનલભાઈ ચૌહાણ પણ નજીકમાં આવી ઉશ્કેરણી કરી કહેતા હતા કે આપણા ગામનો થઈને જેઠા ભરવાડનો એજન્ટ બન્યો છે, એટલે તેને જીવતો છોડો નથી. તેવી બૂમો પાડી ઉશ્કેરાતા હતા.
આ લોકોના મારના ડરથી છટકીને ભાગતો ત્યારે ધમકી આપે લ કે આજે તો તુ બચીને જાય છે, પણ તને તો તારા ઘર સાથે જીવતો સળગાવીશું તેવી ધમકીઓ આપતા હતા. જે પૈકી અમરસિંહ ચૌહાણે અદાવત રાખી શનિવારે પણ વિજયને મારવાની ધમકીઓ આપતા વિજયે ગોધરા તાલુકા પોલીસ મથકે 6 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.