બોટાદ37 મિનિટ પહેલા
રાણપુર શહેરમાં આવેલા રુક્મિણી કન્યા શાળામાં 6ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના જ વિધર્મી શિક્ષક જાવેદ ચુદેશરા દ્વારા શારીરિક અડપલાં કરતા આજે કોળી સમાજ દ્વારા રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. એલાનના પગલે રાણપુર આજે સજ્જડ બંધ રહ્યું હતુ.

બોટાદ જિલ્લામાં આવેલા રાણપુર શહેરમાં આવેલ રુક્મિણી કન્યા શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાનાજ વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. જેની જાણ વિદ્યાર્થિનીએ પરિવારમાં કરતા વિધાર્થિનીના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાણપુર પોલીસ દ્વારા 354 તેમજ પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરી ગણતરીની કલાકોમાંજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોળી સમાજ ની દીકરી સાથે વિધર્મી શિક્ષક દ્રારા આ કૃત્ય કરતા કોળી સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ આજે કોળી સમાજ દ્રારા રાણપુર બંધ નું આપ્યું હતું એલાન જેને લઈ વહેલી સવાર થી જ રાણપુર રહ્યું સજ્જડ બંધ. કોઈ અનિચનીય ઘટના ન બને તેને લઈ પોલીસ સતર્ક.