- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- The Preparation For The Next Lok Sabha General Election Started 6 Months Ago, All The Preparations Will Be Completed In The Coming Days
વલસાડ27 મિનિટ પહેલા
દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની સેમી ફાઇનલમાં ગુજરાત રાજ્યમાંથી BJPના વોટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જે મતદાન મથકો ઉપર BJPના ઉમેદવારોને લીડ ઓછી મળી હતી. કે અન્ય હરીફ ઉમેદવારોને મત વધારે મળ્યા હતા તેવા મતદાન મથકના વિસ્તારોમાં BJP દ્વારા મતદાન જાગૃતિ વધારવામાં આવશે. મતદારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં અવેલા વિકાસના કામો જનજન સુધી પહોંચે અને લોકો BJPના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકે તે રીતે મતદારોને જાગૃત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી તે લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ ચૂંટણી હતી. સાથે લોકસભાની ચૂંટણીની રાજ્યમાં તૈયારીઓ 6 મહિના પહેલાથી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સી અને ડી ગ્રુપના મતદાન મથકો છુટા પાડીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થવાને આરે છે. મતદારો સુધી વિકાસના કામો ઝડપથી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લાના BJPના કાર્યકરો અને અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની આગેવાનીમાં રાજ્યની લોકસભની 24 બેઠકોના તમામ મતદાન મથકોને અલગ અલગ ગ્રુપમાં વહેંચી તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં C અને D ગ્રુપના મતદાન મથકોની કામગીરી 6 મહિના પહેલાથી કરવામાં આવી હતી વલસાડ જિલ્લાની લોકસભા બેઠકનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં જિલ્લાના કાર્યકરો દ્વારા બુથ લેવલની કામગીરી કરવામાં આવી રહી છે. જે મતદારો અન્ય પાર્ટીમાં મતદાન કરી રહ્યા છે. તેવા મતદારોને BJP તરફી મતદાન કરવવા જાગૃત કરવામાં આવશે. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં C અને D ગ્રુપમાં મતદાન મથકોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોને સેમિફાઇનલ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.


