ગુજરાતના છેલ્લા ટાપુ ગામમાં 60 વર્ષથી 80 મતદારો હોડી લઇને મતદાન કરવા જાય છે છતાં સુવિધા મળી નથી | In the last island village of Gujarat, since 60 years, 80 voters go to vote by boat, but the facility is not available

વાપી35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 4 કિમી મતદાનમથક દૂર આવતા કેવી રીતે મતદાન કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે

ગુજરાતનો છેલ્લો વિસ્તાર ગણાતા કપરાડા તાલુકાના શિંગડુંગરી ગામનાં 80 મતદારો પાણીની વચ્ચે ટાપુમાં રહે છે. હોડી માર્ગે 4 કિમી દૂર મતદાનનું બુથ હોવાથી મતદાન કેવી રીતે કરશે તે પ્રશ્ન સતાવી રહ્યો છે. શિંગડુંગરીગામ દમણગંગા નદીની વચ્ચે આવેલું ગામ છે.જે ગામની ચારેતરફ પાણી જ પાણી છે.જેનો નજારો ટાપુ જેવો છે.શિંગડુંગરીગામનો અડધો વિસ્તાર કપરાડા તાલુકામાં લાગે છે.જયારે અડધો ભાગ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તાર લાગે છે. કપરાડા તાલુકામાં લાગતા શિંગડુંગરી ગામમાં 50થી વઘુ ધરો આવેલા છે.જેની 200થી વઘુ વસ્તી ઘરાવતું ગામ છે. જેમાં 80 લોકો મતદાતાઓ છે.

ચૂંટણી વિભાગનાં આયોજનનાં અભાવનાં કારણે તેઓએ હોડી માર્ગે ચાર કિમી દૂર નગરગામ ફળિયાની શાળામાં મતદાન મથક પર જઇ મતદાન કરવાની નોબત આવી છે.આ બાબતે મધુબનગામનાં ઉપસરપંચ મહેશ ભોયાએ જણાવ્યું કે અમારા શિગડુંગરીગામનાં મતદાતાઓએ ચાર કિમી દૂર સંઘપ્રદેશનાં વાકચૌડા જેટી ઉપર ઉતરી ત્યાંથી બે કિમી દૂર વાહનથી કે ચાલીને નગરગામ શાળામાં જઇ મતદાન મથક પર જઇ મતદાન કરવું પડશે. દરેક પાસે હોડી નથી .જયારે અમુક લોકો ગરીબ છે.તો કેવી રીતે મતદાન કરશે માટે સરકારે આ બાબતે મતદાન માટે વ્યવસ્થા કરવી જોઇએનું જણાવ્યું હતું. ગામમાં તમામ સુવિધાનો અભાવ છે. આમ શિંગડુંગરીનાં લોકો કઠિન પરિસ્થિતિમાં કેવી રીતે મતદાન કરશે તે જોવું રહયું છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post