Sunday, December 4, 2022

પાટણ જિલ્લાના 646 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ, ચૂંટણી ફરજો પર રોકાયેલા વાહનોનું GPS કંન્ટ્રોલ રૂમ મારફતે ટ્રેકિંગ કરાશે | Live webcasting of 646 polling stations of Patan district, tracking of vehicles engaged on election duties through GPS control room

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Live Webcasting Of 646 Polling Stations Of Patan District, Tracking Of Vehicles Engaged On Election Duties Through GPS Control Room

પાટણ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન મથકો પર ઈવીએમ મશીનની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે, તેથી તેની સુરક્ષા માટે અને ઈવીએમ મશીનની સાથે કોઈ છેડછાટ ન થાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે EVM લઈ જતાં વાહનો અને ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા વાહનોનું સતત મોનિટરીંગ અને નિરીક્ષણ કરી શકાય એ માટે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી આઈ.ટી વિભાગ ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ પાટણ જિલ્લાના દરેક મતદાન મથક પર સીધી નજર રાખી શકાય તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી આઈ.ટી વિભાગ ખાતે લાઈવ વેબકાસ્ટીંગ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ બંને કંન્ટ્રોલ રૂમમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત મોનિટરીંગ કરવામાં આવશે.

લાઈવ વેબકાસ્ટીંગ રુમ પણ કાર્યરત કરાયાં
પાટણ જિલ્લાની 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ, 19-સિદ્ધપુર ખાતે કાર્યરત મતદાન મથકો પર સીધી નજર રાખી શકાય તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી આઈ.ટી વિભાગ ખાતે લાઈવ વેબકાસ્ટીંગ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 1 હજાર 231 મતદાન મથકોમાંથી 646 મતદાન મથકો અને 368 પોલીંગ સ્ટેશન લોકેશન પર લાઈવ વેબકાસ્ટીંગ મારફતે સીધી નજર રાખવામાં આવશે. મતદાન મથકો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ન્યાયિક વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે આ કંન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. બંને કંટ્રોલરૂમમાં કમ્પ્યુટર, ટેલિફોન, ઈન્ટરનેટ સહિત gps ટ્રેકિંગ માટે જરૂરી તમામ સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરે સૂચનો આપ્યાઆજરોજ પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી આઈ.ટી વિભાગ કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ અને લાઈવ વેબકાસ્ટીંગ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત લીધા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરે જરૂરી સુચનો પણ આપ્યા હતા. પાટણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે મતદાનની આ સંપૂર્ણ પ્રક્રિયા શાંતિપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે EVM અને VVPAT મશીનોની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. તેથી EVM અને VVPAT મશીનો જે વાહનોમાં લઈ જવામાં આવી રહ્યા છે, તે વાહનોનું ટ્રેકિંગ કરવું ખૂબ જરૂરી છે. ચારેય વિધાનસભા બેઠકોની 132 બસો, સેક્ટર વેહિકલ્સ પર GPS ટ્રેકિંગ મારફતે નજર રાખવામાં આવશે.

​​​​​​​વાહનો પર GPS ટ્રેકિંગ મારફતે મોનિટરીંગ કરાશે
મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો આવ્યા બાદથી લઈને મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી સ્થળ પર નિયત સમયે પહોંચે અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ વેર હાઉસ પર પહોંચે ત્યાં સુધી વાહનો પર GPS ટ્રેકિંગ મારફતે મોનિટરીંગ કરવામાં આવશે. તમામ વાહનો ક્યાં પહોંચ્યા, કયાં સમયે પહોંચ્યા, ક્યાં કેટલું રોકાયા એ તમામ બાબતો પર સીધી નજર રાખવામાં આવશે. આ તમામ મોનિટીરીંગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.એસ.સી આઈ.ટી વિભાગ કાર્યરત GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ મારફતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: