Sunday, December 4, 2022

અંજારમાં કોંગ્રેસને લીડ અપાવનારા વિસ્તારોમાં 66 ટકા જ્યારે ભાજપ વાળા ક્ષેત્રમાં 64 ટકા મતદાન | In Anjar, 66 percent polling in the areas where the Congress was leading, 64 percent in the BJP-led areas

ભુજ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • કોંગ્રેસના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં મતદાનમાં 3367નો વધારો જ્યારે ભાજપના વિસ્તારમાં 15442 વધારો
  • મતદાન બાદ ચોંકાવનારા તથ્યો આવ્યા બહાર : 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને 6 રાઉન્ડમાં જ્યારે ભાજપને 14 રાઉન્ડમાં મળી હતી લીડ

પ્રતિષ્ઠાનો જંગ બનેલી અંજાર બેઠક પર 64.34 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વર્ષે થયેલા 64.08 ટકાની સરખામણીઅે 4 ટકા અોછું છે. જોકે ગત વર્ષે કુલ 156253 મતદારોની સામે ચાલુ વર્ષે 18127ના વધારા સાથે કુલ 174380 લોકોઅે મતદાન કર્યું છે. મતદાનનું અેનાલિસીસ કરતા કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર અાવ્યા છે.

અંજાર સીટ પર કુલ 292 મતદાન બુથ અાવેલા છે. ગત 2017ની ચૂંટણીમાં 272 બુથ હતા. ગત ચૂંટણીમાં ભાજપને 75331 મતો જ્યારે કોંગ્રેસને 64018 મત પ્રાપ્ત થયા હતાં. અેટલે કે ભાજપને 11313 મતોની લીડ મળી હતી. હવે 2022ની ચૂંટણીની વાત કરવામાં અાવે તો મતદાનની ટકાવારી ભલે ઘટી હોય પણ 18 હજારથી વધારે મતોનો વધારો થયો છે.

જે કોને ફળશે તે જોવાનું રહશે. ગત ચૂંટણીની મતગણતરીમાં કુલ 20 રાઉન્ડમાંથી કોંગ્રેસને 6 રાઉન્ડમાં લીડ અને ભાજપને 14 રાઉન્ડમાં લીડ મળી હતી. 2017માં કોંગ્રેસને રાઉન્ડ નં.4,7,8,9,18 અને 19માં લીડ મળી હતી. જે રાઉન્ડમાં મોડસરથી રેહામોટાના ગામો, થરાવડા નાના-2થી ધમડકા, ભવાનીપરથી ખોખરા, અાંબાપરથી સુગારીયાના ગામો, ચંદીયા-2થી દેવળીયાના ગામો અને ભુવડથી સંઘડ-1 વાળા રાઉન્ડમાં કોંગ્રેસને 2017માં 45988 મતો મળ્યા હતાં. જ્યારે 2022માં અા ગામોમાં કુલ 49355 મતો પડ્યા છે.

અેટલે કે કોંગ્રેસને ગત ચૂંટણીમાં લીડ અપાવતા વિસ્તારોમાં હાલની ચૂંટણીમાં માત્ર 3367 મતોનો વધારો થયો છે. તો બીજીબાજુ કોંગ્રેસને લીડ અપાવનારા અા વિસ્તારોમાં સરેરાશ મતદાન 66 ટકા નોંધાયું છે. તો તેની સામે ભાજપને 2017માં 14 રાઉન્ડમાં લીડ મળી હતી. અા 14 રાઉન્ડમાં અંજાર શહેર અને અન્ય ગામોનો સમાવેશ થાય છે.

જેમાં રૂદ્વાણીણી ધ્રંગ, લોડાઇથી નાપાડા, ધરમપરથી ડગાળા, બળદિયાથી થરાવડાનાના-1, રતનાલથી સતાપર અાસપાસના ગામો, મીઠા પસવારીયાથી મેઘપર બોરીચી, અંજાર શહેર, વીડીથી ચંદીયા-1, સંઘડ-2થી વીરામાં ગત 2017માં કુલ 109583 મત પડ્યા હતાં. ભાજપને લીડ અપાવનારા અા ગામોમાં હાલની ચૂંટણીમાં 15442ના વધારા સાથે કુલ 125025 મત પડ્યા છે. તો અા 14 રાઉન્ડનુું સરેરાશ મતદાન 64 ટકા થયું છે.

રાઉન્ડ પ્રમાણે થયેલું મતદાન

રાઉન્ડ મતદાન ટકા
{ 1 6342 69
{ 2 8840 67
{ 3 8813 64
{ 4 8947 66
{ 5 7338 57
{ 6 8045 67
{ 7 7342 67
{ 8 8000 65
{ 9 9205 69
{ 10 9896 77
{ 11 9058 60
{ 12 12588 54
{ 13 9964 61
{ 14 10280 59
{ 15 7872 62
{ 16 12346 60
{ 17 9329 71
{ 18 7034 62
{ 19 8827 67
{ 20 4314 72

​​​​​​​અંજાર શહેરમાં માત્ર 60 ટકા મતદાન
ભાજપને અંજાર શહેરમાંથી લીડ મળે તેની અાશા છે. અંજારમાં કુલ 62 બુથ છે. જેમાં કુલ 66864 મતદારોમાંથી 40409 હજાર લોકોઅે મતદાન કર્યું હતું. અેટલેકે 60 ટકા મતદાન થયું હતું. અા 40 હજાર મતદાતાઅોમાંથી 21642 પુરુષો અને 18763 મહિલાઅોઅે મતદાન કર્યું હતું.

અાહીરપટ્ટીમાં 70 ટકા જંગી મતદાન
અંજાર સીટ પર અાહીર બહુમતી ધરાવતા ગામડા અાવેલા છે. જેમાં ભુજ અને અંજાર તાલુકામાં અાવેલા અાહીરપટ્ટીના ગામો પણ અાવેલા છે. અાહીરપટ્ટીના ગામમાં કુલ 40 હજારથી વધારે મતદારોમાંથી અંદાજે 28 હજાર લોકોઅે મતદાન કર્યું હતું. અેટલે કે અહીં 70 ટકા જેટલું જંગી મતદાન થયું છે. અા મતો અેક તરફી હશે કે મતોના ભાગલા થશે તે 8મી ડિસેમ્બરના ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: