તાપી38 મિનિટ પહેલા
- કૉપી લિંક

ખેતી માટે પાણી જોઈએ પણ પાણીમાં જ ખેતી થાય એવું જવલ્લે જોવા મળે છે. આ વાત છે તાપી જિલ્લાના નિઝર પાસે આવેલા કુકરમંડાનાં 70 જેટલા ગામોની. જ્યાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે અને તેપણ અનોખી રીતે કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમના નિર્માણ સમયે 100 જેટલા ગામો સંપૂર્ણ અને 70 ગામો ઓછા ડુબાણમાં આવ્યા હતા. અહીંના ખેડૂતો કેવી રીતે ખેતી કરે છે તે અંગે સ્થળ માહિતી મેળવવા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં જોવા મળ્યું કે, ખેતરો પાણીમાં હતા અને ખેડૂતો નાવડીના સહારે પાકની લલણી કરતા હતા.ઉકાઈ ડેમના નિર્માણ સમયે ઉચ્છલ, નિઝર, સોનગઢ તાલુકાના ઘણા ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમની આજીવિકા જ ખેતી હતી. ડેમના ભરાવા પર તેમની ખેતીનો આધાર રહે છે.
જળાશયનું પાણી જેમ જેમ ઓછું થાય તેમ તેમ ખુલ્લી થયેલી જમીનના માલિકો કપાસ, જુવાર, તુવેર સોયાબિન જેવા પાકોની પાકની વાવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ પાક કર્યા હતા. જો કે, જળાશયના ફુગારાનું પાણી ભરાઈ જતાં ખેડૂતો પાણીમાં ઉભા રહીને કે હોડીના સહારે પાકની લણણી કરતા જોવા મળ્યા હતા.

વિસ્થાપિત ખેડૂતો ડેમનું પાણી ઘટે ત્યારે વાવણી પછી તૈયાર પાકની લણણી કરે છે છતાં પેટનો ખાડો પૂરાય એટલું જ અનાજ મળેબારડોલીથી 110 કિમી દૂર નિઝર-કુકરમુંડાનાં પાણીથી ઘેરાયેલાં ગામોની પરિસ્થિતિછેલ્લાં 3 વર્ષથી વધુ પાણી આવતા પાક ઘટી ગયોછેલ્લા ત્રણ વર્ષથી ઉકાઈ જળાશયમાં પાણીનું પ્રમાણ વધુ રહેતા ખેતીમાં સારી ઉપજ મળતી નથી.
માત્ર ખાવા પુરતું અનાજનું થાય છે. પાણી ઓછું રહેતા અનાજનું વધુ ઉત્પાદન થતાં બજારમાં વેચાણ અર્થે મોકલતા જેથી આર્થિક ફાયદો પણ થતો હતો. – લાલુભાઇ પાડવી, ખેડૂતપાણીમાં ખેતી માટે મહેનત છતાં 100 ટકા પાકનું વળતર મળતું નથી. માત્ર આખું વર્ષ ચાલે એટલું અનાજ મળી રહે છે. આનાજને વેચવાનો ભાગ્યે જ મોકો મળે છે. – મહેશભાઈ, રમેશભાઈ, ખેડૂતો