દારૂના જથ્થા પર સરકારી બુલડોઝર ફર્યું; રૂ. 7.32 લાખના મુદ્દામાલનો નાશ કરાયો; ઓખાના દરિયામાં કિનારે બોટમાંથી જીપીએસ મશીનની ચોરી | A government bulldozer rolled over the liquor volume; Rs. 7.32 lakh worth of goods destroyed; GPS machine stolen from boat off shore in Okha sea

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Government Bulldozer Rolled Over The Liquor Volume; Rs. 7.32 Lakh Worth Of Goods Destroyed; GPS Machine Stolen From Boat Off Shore In Okha Sea

દ્વારકા ખંભાળિયા16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

7 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફેરવાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી પોલીસ તંત્ર દ્વારા વિદેશી દારૂ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા ગુનાઓમાં દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા રૂપિયા 6,29,300ની કિંમતની વિદેશી દારૂની 1506 બોટલ તથા વાડીનાર મરીન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી રૂપિયા 1,02,450ની કિંમતની 272 બોટલ પરપ્રાંતિય શરાબના જથ્થા મળી કુલ રૂપિયા 7,31,750ની 1778 બોટલનો કોર્ટની પરવાનગી બાદ સલાયા ખાતે સરકારી જગ્યા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતી અને ઝીણાભાઈ ફોગાભાઈ મારુની 35 વર્ષની પરિણીત પુત્રી સમજુબેન દેવશીભાઈ સોલંકીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ દેવશી વિરમ સોલંકીએ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ. સમજુબેનને તેના પિતાએ બિભત્સ ગાળો કાઢી, માર મારીને ઈજાઓ કાર્યની તથા તેનીના પિતા ઝીણાભાઈ મારુ તથા માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં દેવશી વિરામ સોલંકી સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મીઠાપુરમાં જુગાર દરોડો: બે સામે કાર્યવાહી
મીઠાપુરની આંબેડકર સોસાયટીમાં પોલીસે રોન પોલીસ નામનો જુગાર રમવા સબબ ભાવેશ રામાભાઈ સાગઠીયા અને શરીફાબેન બાબુભાઈ મકવાણા સામે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં પોલીસે રૂ. 3460નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે રહેતા રામ ઉર્ફે જયેશ દેવરામ ગેલવા નામના 30 વર્ષના ગઢવી શખ્સના કબજામાંથી પોલીસે રૂપિયા 6,400ની કિંમતની 16 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 12,600નો મુદ્દામાલ કબ્જે કરી, તેની સામે ધોરણસર કાર્યવાહી કરી હતી. ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા દેવદાસ ધીરુભાઈ લુણા નામના 25 વર્ષના શખ્સને પોલીસે હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર દેશી દારૂના જથ્થા સાથે નીકળતા ઝડપી લઇ, કુલ રૂપિયા 15,120નો મુદ્દામાલ કબ્જે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

પીધેલો બાઈક ચાલક ઝડપાયો
દ્વારકાના રબારી પાળો વિસ્તારમાં રહેતા સુરેશ રત્નાભાઈ ખાંભલા નામના શખ્સને પોલીસે મોડી રાત્રિના સમયે ટીવી સ્ટેશન વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં બુલેટ મોટર સાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

બોટમાંથી જીપીએસ મશીનની ચોરી, રખડતા શખ્સ સામે ગુનો
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેલી એક બોટમાં રાખવામાં આવેલા જીપીએસ મશીનની પખવાડિયા પૂર્વે ચોરી થયાનો બનાવ ગતરાત્રે ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. જ્યારે ઓખાની મેઈન બજારમાંથી પોલીસે સીદીયાભા આશપાલભા માણેક નામના શખ્સને રાત્રિના સમયે અંધારામાં દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post