ગાંધીનગર બાર કાઉન્સિલની ચૂંટણીમાં 8 પદ માટે 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા | 34 candidates filled forms for 8 posts in Gandhinagar Bar Council elections
ગાંધીનગર26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઉપપ્રમુખના સૌથી વધુ 8 ફોર્મ,સૌથી ઓછા લાયબ્રેરી, સેક્રેટરી અને મહિલા પ્રતિનિધિ માટે ભરાયાં
ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી જાહેર કરી દેવાઇ છે. જેમા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પૂર્ણ કરી દેવામા આવી છે. આગામી 16 ડિસેમ્બરના રોજ મતદાન અને પરિણામ જાહેર કરવામા આવશે. ત્યારે ચૂંટણીમા અલગ અલગ 8 પદ માટે 34 વકીલ દ્વારા ઉમેદવારી કરવામા આવી છે. જેમા સૌથી વધુ 8 ફોર્મ ઉપપ્રમુખના પદ માટે ભરાયા છે, જ્યારે સૌથી ઓછા 1-1 ફોર્મ લાયબ્રેરી સેક્રેટરી અને મહિલા પ્રતિનિધિ પદ માટે ભરાયું છે.
ગાંધીનગર બાર એસોસિએશનના હોદ્દેદારોની મુદત પૂરી થતા ઇલેક્શન યોજવામા આવી રહ્યુ છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તેવા સમયે ગાંધીનગર કોર્ટમા પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022 અને 23 માટે 648 વકીલો પોતાના હોદ્દેદારોને મતદાન કરી પસંદગીનો કળશ ઢોળશે. ત્યારે ચૂંટણી માટે અલગ અલગ 8 પદ માટે ઉમેદવારી કરવાનો 30 નવેમ્બર છેલ્લો દિવસ હતો. જેમા 34 વકીલ દ્વારા ઉમેદવારી કરવામા આવી છે.
જેમા પ્રમુખ માટે 7 ઉમેદવાર, ઉપપ્રમુખ માટે 8, સેક્રેટરી પદ માટે 4, જોઇન્ટ સેક્રેટરી પદ માટે 3, લાયબ્રેરીયન સેક્રેટરી માટે 1, મહિલા પ્રતિનિધિ માટે 1, ખજાનચી માટે 3 અને કારોબારી સભ્ય પદ માટે 7 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણીમા 16 ડિસેમ્બરના રોજ બાર રૂમમા મતદાન કરવામા આવશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે, ત્યારે આગામી 3 ડીસેમ્બરે ફોર્મ ચકાસણી, 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવામા, 8 ડિસેમ્બરે ઉમેદવારની યાદી અને 16 ડિસેમ્બરના રોજ મતદાન અને પરિણામ જાહેર કરવામા આવશે. ગાંધીનગરમા વિધાનસભાની ચૂંટણીની સાથે કોર્ટમાં ચૂંટણીમય બની ગઇ છે.
Post a Comment