Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસાની અર્બુદા સ્કૂલમાં આજે બાળકોનો શિક્ષણ સાથે આંતરિક શક્તિઓ વિકસિત થાય તેમજ શિક્ષણ સાથે સામાજિક અને જાહેર જીવનમાં ઉપયોગી પ્રવુતિઓ માટેનો બાળ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના 850 થી વધુ બાળકોએ વિવિધ ખાણી પીણીના અને રમત ગમતના સ્ટોર ઉભા કર્યા હતા.વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ પણ કર્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં આવેલી અર્બુદા વિદ્યાલયમાં ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીના બાળકોમાં રહેલી શક્તિ તેમજ કલાને બહાર નીકળવા માટે એક બાળ મેળાનું આયોજન કરાયું હતું.
જેમાં બાળકોએ પોતાનામાં રહેલી કલાનો સદુપયોગ કરી પાણીપુરી, દાબેલી, પફ,બટાટા ભુગ્લા,સલાડ, ચાટ પૂરી તથા રમતગમતના સ્ટોલ ઊભા કર્યા હતા.
આ બાળમેળામાં 850 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું. આ મેળાનો બાળક શિક્ષણની સાથે આજીવિકા કેમ ચલાવવી તે બાબતે પણ બાળકોનું ઘડતર થાય અને આત્મનિર્ભર બની શકે તેવો હેતુ હતો.