Friday, December 2, 2022

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ થશે, ચૂંટણી તંત્ર બાજ નજર રાખશે | 907 polling booths will be live webcasted on polling day in Anand district, election system will keep a watchful eye

આણંદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલુ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૭ મતદાર વિભાગોમાં આવેલા 1810 મતદાન મથકો પૈકી મતદાન દરમિયાન સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટે 907 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ થશે.

સમગ્ર આણંદ જિલ્લા મતદાન મથકો પૈકી 907 મતદાન મથક પર લાઈવ મોનીટરીંગ કેમેરા લગાવી વેબકાસ્ટિંગની મદદથી જિલ્લા કલેકટર કચેરી ખાતેના કંટ્રોલરૂમમાં બેઠા બેઠા ચૂંટણી પ્રક્રીયાનું સતત મોનીટરીંગ કરવામા આવશે. 7 મતદાર વિભાગોમાં કરવામાં આવનાર 907 મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટીંગ પૈકી ખંભાતના મતદાર વિભાગના 120, બોરસદ મત વિભાગના 132, આંકલાવ મતદાર વિસ્તારના 121, ઉમરેઠ મતદાર વિભાગના 145, આણંદ મત વિભાગના 151, પેટલાદ મતદાર વિસ્તારના 120 અને સોજીત્રા મતદાર વિભાગના 118 મતદાન મથકો મળી કુલ 907 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગની મદદથી સતત મોનીટરીંગ કરવામાં આવશે.

નોંધનીય છે કે, આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં કેટલાક વિશિષ્ટ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે, જેમાં 7 આદર્શ મતદાન મથકો, 7 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 7 ગ્રીન એન્વાયર્મેંટ મતદાન મથકો, 7 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 1 યુવા સંચાલિત મતદાન મથક અને 49 મહિલા સંચાલિત સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: