ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- ખર્ચ અને મળેલા મતોના આધારે તારણ : સૌથી સસ્તો મત વિજય પટેલને પડયો
કલ્પેશ ગુર્જર
ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોના પરિણામો આવી ગયાં છે અને તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોદી મેજીકમાં કોંગ્રેસ, આપ તથા બીટીપીના સુંપડા સાફ થઇ ગયાં છે. વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારોએ રજૂ કરેલા ખર્ચ અને તેમને મળેલા મતના આધારે તેમને એક મત કેટલા રૂપિયામાં પડયો તેની વિગતો કાઢવામાં આવી છે. જેમાં એક મત સૌથી મોંઘો અંકલેશ્વરના આપના ઉમેદવાર અંકુર પટેલને પડયો છે જયારે સૌથી સસ્તો મત અંકલેશ્વરના જ વિજય પટેલને 2.29 રૂપિયામાં પડયો છે.
ભરૂચ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ રજૂ કરેલાં ખર્ચનો આંકડો 1.08 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે. સૌથી વધારે ખર્ચ ભરૂચના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ કર્યો છે. તેમણે સત્તાવાર રીતે 22.95 લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે જયારે બીજા નંબરે વાગરાના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાએ 22.05 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ બંનેએ પ્રચાર માટે કરેલા ખર્ચની સરખામણીએ તેમને મળેલા મતોની સંખ્યા વધી છે. રમેશ મિસ્ત્રીને એક મત 21.22 રૂપિયામાં પડયો છે જયારે અરૂણસિંહ રણાને એક મત 26.64 રૂપિયામાં પડયો છે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે, અંકલેશ્વરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલે 3.55 લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે જેની સામે તેમને માત્ર 5,277 મત મળતાં તેમને મળેલા એક મતની કિમંત 67.36 રૂપિયા જેટલી થાય છે. તેવી જ રીતે અંકલેશ્વરના કોંગ્રેસના ઉમેદવાર વિજય પટેલે 1.97 લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે જેની સામે તેમને 55,684 મત મળતાં તેમને એક મત 2.29 રૂપિયામાં પડયો છે.
એક મતની કિંમત
ડી.કે.સ્વામી – 7.19 રૂા.
સંજય સોલંકી – 7.12 રૂા
સાજીદ રેહાન – 52.00 રૂા.
અરૂણસિંહ રણા- 26.64 રૂા.
સુલેમાન પટેલ – 15.64 રૂા.
જયેન્દ્રસિંહ રાજ -33.92 રૂા.
ફતેસિંગ વસાવા- 63.70 રૂા.
રીતેશ વસાવા- 03.29 રૂા.
છોટુ વસાવા – 9.58 રૂા
જયકાંત પટેલ – 12.09 રૂા.
રમેશ મિસ્ત્રી – 21.22 રૂા.
મનહર પરમાર – 24.69 રૂા
ઇશ્વર પટેલ – 6.51 રૂા.
વિજય પટેલ – 2.29 રૂા.
અંકુર પટેલ – 67.36 રૂા.
ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોને પાર્ટી ફંડ મળ્યું
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પાર્ટી તરફથી ફંડ આપવામાં આવ્યું હતું. ભાજપે તેમના ઉમેદવારોને 25 લાખ રૂા. જયારે કોંગ્રેસે 20 લાખ રૂપિયા આપ્યાં હતાં. ઉમેદવારોએ સરકારી ચોપડે ઓછો ખર્ચ બતાવ્યો છે.
ઉમેદવારોએ કરેલો ખર્ચ
ડી.કે.સ્વામી 6,54,297
સંજય સોલંકી 4,55,523
સાજીદ રેહાન 1,76,153
અરૂણસિંહ રણા 22,05,550
સુલેમાન પટેલ 10,85,278
જયેન્દ્રસિંહ રાજ -64,420
ફતેસિંગ વસાવા- 9,63,790
રીતેશ વસાવા- 2,95,264
છોટુ વસાવા – 6,34,440
જયકાંત પટેલ – 5,33,379
રમેશ મિસ્ત્રી – 22,95,766
મનહર પરમાર – 3,53,365
ઇશ્વર પટેલ – 6,25,464
વિજય પટેલ – 1,97,000
અંકુર પટેલ – 3,55,492