Wednesday, December 7, 2022

જલાલપોરની ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મત ગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ, ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે | After all the preparations for the counting of votes in Gandhi Engineering College, Jalalpore are over, the fate of the candidates will be decided

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • After All The Preparations For The Counting Of Votes In Gandhi Engineering College, Jalalpore Are Over, The Fate Of The Candidates Will Be Decided

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના અઠવાડિયા બાદ આવતી કાલે 8 ડિસેમ્બરે મત ગણતરી થવા જઈ રહી છે. નવસારી જિલ્લાની 4 વિધાનસભાની મત ગણતરી જલાલપોરની ગાંધી એન્જિનિયિંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થતાની સાથે જ 18 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે.

સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નવસારીની 4 વિધાનસભા બેઠક પર કુલ 10.78 લાખ મતદારો નોંધાયા હતા. જેમાંથી 1 ડિસેમ્બરે યોજાયેલા મતદાનમાં નવસારીના કુલ 7.66 લાખ મતદારોએ પોતના મતાધિકારનો ઉપયોગ કરી 18 ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં કેદ કર્યા હતા. અઠવાડિયા સુધી કોણ જીતશે, કોણ હારશે તેની ગરમાગરમ ચર્ચાઓ ઠંડીના વાતાવરણમાં રહી છે, ત્યારે આવતી કાલે નવસારીના જલાલપોરના ભુતસાડ ગામે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચારેય વિધાનસભા બેઠકોની મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

જિલ્લાના 1 હજારથી વધુ બુથોને ધ્યાને રાખી મત ગણતરીના રાઉન્ડ થશે
મત ગણતરીની તમામ તૈયારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મત ગણતરી પ્રક્રિયામાં 400 કર્મચારી, અધિકારીઓ જોડાશે, જેમાં ચારેય વિધાનસભા બેઠકના ચૂંટણી પંચ દ્વારા 4 નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. મત ગણતરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને એ હેતુથી 375 પોલીસ જવાનો સાથે CRPFની બે પટલૂનના 180 જવાનોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે. જિલ્લાના 1 હજાર 147 બુથોને ધ્યાને રાખીને મત ગણતરીના રાઉન્ડ થશે.

​​​​​​​નવસારી અને જલાલપોરના સરખા બુથો
જેમાં 174 જલાલપોર અને 175 નવસારી વિધાનસભાના સરખા જ 253 બુથો છે, જેથી બંને બેઠક પર મત ગણતરીના 18-18 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ભાવિ ધારાસભ્યનું પરિણામ મળશે. જ્યારે 176 ગણદેવી વિધાનસભાની મત ગણતરીના 23 રાઉન્ડ અને 177 વાંસદા વિધાનસભામાં 24 રાઉન્ડ મત ગણતરી થશે. તંત્ર દ્વારા અંદાજે બપોરે 2 વાગ્યે મત ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવાની સંભાવના સેવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: