Thursday, December 8, 2022

ગુજરાતની ચૂંટણીમાં નિષ્ફળતા બાદ ઇટાલિયા કહ્યું-' વોટ આપવા બદલ ગુજરાતની પ્રજાનો આભાર, ટૂંક સમયમાં રાષ્ટ્રીય પાર્ટી બનાવી' | After failure in Gujarat elections, Italy said- 'Thank you to the people of Gujarat for voting, soon a national party will be formed'.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After Failure In Gujarat Elections, Italy Said ‘Thank You To The People Of Gujarat For Voting, Soon A National Party Will Be Formed’.

સુરત32 મિનિટ પહેલા

ગોપાલ ઈટાલિયાએ હારને સ્વીકારીને સારા પ્રદર્શન બદલ મતદારોનો આભાર માન્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે. જો કે, આ વખતે પ્રથમ વખત 182 બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં હતાં. દક્ષિણ ગુજરાત સહિત તમામ જગ્યાએ આપના ઉમેદવારોએ સારો દેખાવ કર્યો છે. ત્યારે હાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાતમાં વધતા વોટ શેરને લઈને તેમણે મતદારોનો આભાર માન્યો હતો. સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

રાષ્ટ્રીય પાર્ટી બનવાનો આનંદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અમે માત્ર દસ વર્ષ જેટલા ટૂંકા સમયની અંદર જ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરીને આવ્યા છીએ. જેના કારણે હવે અમને રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી ઓળખ મળશે અને પાર્ટીને આગળ વધવા માટે પણ ઘણા બધા લાભો મળશે. ગુજરાતની જનતાએ આપને 40 લાખ કરતાં વધુ આપ્યા છે.

આપના નેતાઓ અને ઉમેદવારોએ ઉજવણી કરી હતી.

આપના નેતાઓ અને ઉમેદવારોએ ઉજવણી કરી હતી.

કોંગ્રેસ પોતાની હારનું ઠીકરુ અમારા પર ન ફોડે
ઈટાલિયાએ કહ્યું કે, જે રીતે પરિણામ આવ્યું છે. તે જોતા આમ આદમી પાર્ટીના કારણે ઘણી એવી બેઠકો હતી કે, જેના પર કોંગ્રેસ વિજય થઈ શકે તેમ હતી. પરંતુ ઘણી ખરી એવી બેઠકો હતી કે, જેના ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે વોટ મેળવી લેતા કોંગ્રેસ જે બેઠક ઉપર ફાઈટમાં દેખાતી હતી. તેમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠક ઉપર સીધી ટક્કર લીધી હતી. તેઓ જ પોતે જીતી ના શકી. અમારા ઉપર ખોટા આરોપ લગાડે તે યોગ્ય બાબત નથી. અમને 13% જેટલા વોટ શેર મળ્યા છે. જે બતાવે છે કે, અમે મહેનત કરીને લોકો વચ્ચે જઈને મત માંગ્યા છે અને મેળવ્યા છે.

આપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

આપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

ફટાકડા ફોડીને ઉજવણી
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જીતની ઉજવણી કરી ગુજરાતભરમાં પાંચ બેઠકો અને રાષ્ટ્રીય પાર્ટી બનતા અન્ય ઉમેદવારો સાથે ફટાકડા ફોડી મીઠાઈ ખાવડાવી ઉજવણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પ્રથમ વખત જ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખીને અમે જે સફળતા મેળવી છે તે આગામી સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરશે તેમાં કોઈ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: