Tuesday, December 13, 2022

Ahmedabad: GSP ક્રોપ સાયન્સ દ્વારા મેકિંગ ઇન્ડિયા અંતર્ગત નવતર પહેલ, શેરડી, ચોખા જેવા પાક માટે જંતુનાશકોનું થયું લોન્ચિંગ

GSP ક્રોપ સાયન્સ દ્વારા 5 વર્ષના સંશોધન અને વિકાસ ટીમના અથાક પ્રયાસો પછી આ  જંતુનાશકો બનાવવામાં સફળતા મળી હતી.   ઉલ્લેખનીય છે કે GSP ક્રોપ સાયન્સને તાજેતરમાં ભારતમાં CTPRનું વેચાણ અને ઉત્પાદન કરવા માટે દિલ્હી હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી હતી,

દર્શલ રાવલ

| સંપાદિત: માનસી ઉપાધ્યાય

ડિસેમ્બર 13, 2022 | 7:41 AM

GSP CROP દ્વારા ગુજરાતના તેમજ ભારતીય ખેડૂતોને લાભ આપવા માટે CTPR ઉત્પાદનો ‘હેલિપ્રો’ અને ‘બેલેટ’ નામના જંતુનાશક લોન્ચ કરવામાં આવ્યા છે. GSP CROP શેરડી, ચોખા, સોયાબીન, કઠોળ અને શાકભાજીના રક્ષણ માટે ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (CTPR) જંતુનાશકનું ઉત્પાદન અને વેચાણ કરનાર ભારતની પ્રથમ કૃષિ રસાયણ કંપનીઓ પૈકીની એક છે. જેણે આત્મનિર્ભર ભારતનો પણ દાખલો પૂરો પાડ્યો છે. કંપનીનું માનવું છે કે તેમની આ પ્રોડક્ટ થી વિદેશી દવા લેવી નહિ પડે અને સ્વદેશી દવાથી ખેડૂતને અને ભારતને સીધો લાભ થશે.

વેચાણ અને ઉત્પાદન માટે દિલ્લી હાઇકોર્ટ દ્વારા મંજૂરી

અમદાવાદમાં આવેલી  GSP ક્રોપ સાયન્સ દ્વારા 5 વર્ષના સંશોધન અને વિકાસ ટીમના અથાક પ્રયાસો પછી આ  જંતુનાશકો બનાવવામાં સફળતા મળી હતી.   ઉલ્લેખનીય છે કે GSP ક્રોપ સાયન્સને તાજેતરમાં ભારતમાં CTPRનું વેચાણ અને ઉત્પાદન કરવા માટે દિલ્હી હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી હતી, જેના પગલે GSPએ સત્તાવાર રીતે તેના ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ (CTPR) ઉત્પાદનો હેલિપ્રો અને બેલેટ લોન્ચ કર્યા હતા જે ઈન્જેક્શન, કોન્ટેક્ટ, ઓવી-લાર્વિસીડલ, લાર્વિસીડલ, ચાવવાની જંતુઓ દ્વારા કાર્ય કરે છે. ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (CTPR) શેરડી, ચોખા, સોયાબીન, કઠોળ અને શાકભાજી જેવા પાકોમાં તમામ લેપિડોપ્ટેરા અને અન્ય પ્રજાતિઓનું નિયંત્રણ કરીને તેના અનન્ય કાર્ય પદ્ધતિ સાથે જંતુ નિયંત્રણની અસરકારક અને લાંબી અવધિ પ્રદાન કરે છે. તે પાકના સંપર્કમાં આવતા જંતુના ઇંડા, લાર્વા અને પ્યુપા માટે પણ ઝેરી છે. જેને દૂર કરે છે. છોડમાં સીટીપીઆરનું ઉત્તમ બોટમ-અપ ઇનટેક, છોડને મૂળથી દાંડી સુધી અસરકારક રીતે ઘૂસી જાય છે. તેમજ અનાજ. શેરડી જેવા પાકને પણ જંતુઓ થી બચાવે છે અને પાકને સારી રીતે વિકસાવે છે.