Thursday, December 22, 2022

Ahmedabad: Kankaria Carnival, Corona Eclipse on Flower Show! Planning considerations

અમદાવાદ: ચીનમાં કોરોના કહેર વચ્ચે સમગ્ર દેશમાં સાવચેતી સાથે તૈયારીઓની સમીક્ષા કરાઇ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિદેશી આવેલા બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે કાંકરિયા કાર્નિવલ પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શૉ પર કોરોનાનું ગ્રહણ લાગશે કે કેમ? તે તો આવનાર સમય જ બતાવશે. જોકે, સંભવિત કોરોનાના ખતરાને લઈને તંત્ર એલર્ટ છે.

બંન્ને કાર્યક્રમોના આયોજનને લઈને વિચારણા

ચીન સહિતોના દેશોમાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. જેના લીધે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેતી વર્તી રહી છે. આવામાં સરકારે આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓને સચેત રહેવા સૂચના આવી છે, ત્યારે સંભવિત કોરોનાના ખતરાને લઈને તંત્ર પણ એલર્ટ છે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શૉ બંન્ને કાર્યક્રમોના આયોજનને લઈને વિચારણા કરવામાં આવી રહી છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન કાર્નિવલ અને ફ્લાવર શૉનું આયોજન છે, ત્યારે આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. આવામાં તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાવનગર: ચીનથી આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ

ત્રણ વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજાયો ન હતો

શહેરમાં કોરોના મહામારીનાં કારણે ત્રણ વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજાયો ન હતો. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. આ પાંચ દિવસ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ ઉપર વિવિધ કાર્યક્રમ યોજાશે. 31મી ડિસેમ્બરે આતશબાજી નહીં કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. કાર્નિવલને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિધિવત રીતે ખુલ્લો મુકવાના છે. અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ ઉપર કાર્યક્રમ આયોજિત કરાશે. કાર્નિવલના આયોજન પાછળ મ્યુનિ.તંત્ર દ્વારા અંદાજે ચાર કરોડની રકમનો ખર્ચ કરવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Corona News, Gujarat News, Kankariya carnival

Related Posts: