Thursday, December 22, 2022

AHMEDABAD Revelations in the case of murder of mother and daughter in the hospital, compounder turned out to be the killer

અમદાવાદ: અમદાવાદની હોસ્પિટલમાં માતા-પુત્રીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માતા અને પુત્રીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલનો કમ્પાઉન્ડર જ હત્યારો નીકળ્યો છે. આ કમ્પાઉન્ડર મૃતક ભારતીની સારવાર કરતો હતો. એક કાનની સારવાર સફળ રહ્યા બાદ બીજા કાનની સારવાર ભારતીએ શરૂ કરાવી હતી. આ દરમિયાન કેટામાઈનનું ઈન્જેક્શન આપતા ગણતરીના સમયમા ભારતીનું મોત થયું હતું. ભારતીના મોત બાદ માતાને ઈન્જેક્શન આપ્યું હતું. ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર મનસુખ ગેરકાયદે સારવાર કરતો હતો. આટલું જ નહીં, કમ્પાઉન્ડર CCTV બંધ રાખી સારવાર કરતો હતો.

ગઇકાલે મળી આવી હતી લાશ

ગઇકાલે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી બે લાશ મળી આવી છે. પોલીસ તપાસમાં બંને માતા-પુત્રી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બંનેની ઇન્જેક્શન મારીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યારો બીજો કોઇ નહીં પરંતુ કમ્પાઉન્ડર જ નિકળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં ધોળા દિવસે હથિયાર બતાવી 20 લાખની લૂંટ, ત્રણ આરોપીની ધરપકડ

મનસુખ મૃતક ભારતીના પતિના સગા પણ થાય છે

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આ ખાનગી હોસ્પિટલમાંથી લાશ મળી આવેલી છે. હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ભારતીની સારવાર અહીંયા ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક જે ભારતીના પતિ લક્ષ્મણના સગા પણ થાય છે તેના સંપર્ક થી અહીંયા સારવાર ચાલી રહી હતી. લક્ષ્મણના લગ્ન 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ભારતી 6 મહિનાથી રિસામણે જઈને પિયર શાહવાડીમાં રહેતી હતી.

ઘટનાની વાત કરીએ તો, ડૉ. અર્પિત શાહની હોસ્પિટલમાં અન્ય 3 લોકો કામ કરે છે. ડોક્ટર કામ પતાવીને નીકળી ગયા હતા, ત્યાર બાદ હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા તો જે જગ્યા ગેસનો બાટલો હતો તે જગ્યા ઉપર ભારતીની લાશ મળી આવી હતી. ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસને પણ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News