Wednesday, December 21, 2022

Ahmedabad warns citizens who throw garbage in public, action by AMC

અમદાવાદ: રાજ્યમાં ગંદકી કરનારાઓ સામે મહાનગરપાલિકાઓ દ્વારા પર લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યમાં જાહેર જગ્યાએ ગંદીકાના ગંજ સામે મહાનગરપાલિકાઓ કાર્યવાહી કરી રહી છે. કાર્યવાહી છતાં પણ કેટલીક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આવામાં જાહેરમાં ગંદકી કરતાં પહેલા ચેતજો. કેમ કે, મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓને દંડ ફટકારી નોટિસ આપવામાં આવી રહી છે.

જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતા એકમો પર AMCની નજર છે. ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્ય ઝોનમાંથી 1 લાખથી વધુ દંડ વસૂલાયો છે. 55 ખાણીપીણી અને અન્ય દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. માણેકચોકનાં રાત્રિ બજારને 10 હજારનો દંડ, ખાડિયા અભિષેક માર્કેટને 18 હજાર અને એવન માર્કેટને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાંચ કૂવા મહાલક્ષ્મી ટ્રેડર, અસારવાનાં ભગવતી ફૂટ વેર, ટંકશાળની અરિહંત એન્ટર પ્રાઇઝને દંડને નોટિસ આપવામાં આવી છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Ahmeadabad News, AMC News, Gujarat News