અમદાવાદ રૂરલ એસઓજી પોલીસે ડીઝલ ચોર ગેંગની ધરપકડ કરી છે. ડીઝલ ચોર ગેંગ ચોરી કરેલા ડીઝલ ભરેલા કેરબા ટ્રકમાં લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન પોલીસને માહિતી મળતાં ડીઝલ ચોર ગેંગની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદ ટ્રક ચોરી ગેંગ
અમદાવાદ રૂરલ એસઓજી પોલીસે ડીઝલ ચોર ગેંગની ધરપકડ કરી છે. ડીઝલ ચોર ગેંગ ચોરી કરેલા ડીઝલ ભરેલા કેરબા ટ્રકમાં લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન પોલીસને માહિતી મળતાં ડીઝલ ચોર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિવસે ને દિવસે મોંધા થઈ રહેલા ડીઝલના પગલે તેની ચોરી કરી અને સસ્તા કિંમતમાં વહેંચવા માટે મધ્યપ્રદેશની ગેંગ અલગ અલગ જગ્યાઓ પરથી ડીઝલ ચોરી કરી વહેંચતી હતી. આ સમગ્ર ડીઝલ ચોરીની માહિતીને આધારે અમદાવાદ રૂરલ sog પોલીસે ડીઝલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે. જેમાં પોલીસે બગોદરા થી અમદાવાદ તરફ આવતી ટ્રકને રોકી તપાસ કરી હતી જેમાં ચોરી કરેલા ડીઝલના કેરબા મળી આવ્યા હતા જે બાબતે પોલીસે ટ્રકમાં બેઠેલા લોકોની પૂછપરછ કરતાં કેરબામાં ભરેલું ડીઝલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
જ્યારે પોલીસે ટ્રક માંથી 35 લીટરના 56 કરબા જપ્ત કર્યા છે અને ડીઝલ ચોરી કરતી ગેંગના પાંચ આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી આબીદ ઉર્ફે પાગલ, ઇરફાન નાયતાતૈલી, આસીમખાન નાયતાતૈલી, વિનોદસિંગ પરમાર, અને સકિલભાઈ નાયતાતૈલીની ધરપકડ કરી છે.
જેમાં પોલીસે ડીઝલ ચોર ગેંગના સભ્યોની પૂછપરછ કરતાં સામે આવ્યું કે આ ગેંગ હાઈવે પર આવેલી હોટલો અને રોડ પર પાર્ક કરેલા ટ્રક માંથી ડીઝલ ચોરી કરતા હતા. જે હોટલોમાં સીસીટીવીનો હોય અથવા સીસીટીવી માં પકડાઈ નહિ તે રીતે હોટલ બહાર પાર્ક કરેલા ટ્રકની બાજુમાં પોતાની ટ્રક પાર્ક કરતા હતા અને રાત્રીના સમયે બાજુમાં પાર્ક કરેલા ટ્રક માંથી ડીઝલ ચોરી કરતા હતા. ટ્રકની ડીઝલની ટાંકીમાં સામાન્ય રીતે તાળું લગાવેલું હોય છે જેમાં પાછળ આવેલી રિવેટમાં રૂમાલ બાંધી રિવેટ ખોલી નાખતા હતા અને લોક ખોલતા હતા. જે બાદ ડીઝલ ટેન્ક માં પાઇપ વડે ડીઝલ ખેચી કેરબામાં ભરી લેતા હતા.
આ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડીઝલ ચોર ગેંગનો મુખ્ય આરોપી આબિદ ઉર્ફે પાગલ નાયતાતૈલી છે. આબીદ અને તેની ગેંગ મધ્યપ્રદેશ થી ગુજરાતમાં ડીઝલ ચોરી કરવા આવી હતી. આબીદ વિરૂદ્ધ વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં નાગપુરમાં ગુનો નોંધાયો છે, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં શિવપુરી ખાતે અને 2019માં કોટ વિસ્તારમાં પણ ડીઝલ ચોરીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાલતો પોલીસે ડીઝલ ચોર ગેંગના ધરપકડ કરી ગુજરાતમાં ક્યાં ક્યાં ચોરી કરી છે અને કેટલી ચોરીઓ કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે
0 comments:
Post a Comment