Ahmedabad : કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવા જશો તો પડશે ધરમ ધક્કો
અમદાવાદમાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધી
એએમસી મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા કોવિડ ગાઇડ લાઇન જાહેર કરાઇ છે . અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવામા આવી છે. તેમજ છેલ્લા એક સપ્તાહ થી બુસ્ટર ડોઝ લેવાની સંખ્યામાં ખુબ મોટો વધારો થયો છે. હાલ અમદાવાદ મહાનગર પાલિકા પાસે બુસ્ટર ડોઝ ઉપલ્બધ નથી.
આ પણ વાંચો : Navsari: ફરી જોવા મળી કમાભાઇ-કિર્તિદાનની જુગલબંધી, કોથળા ભરાઇ એટલા રૂપિયા ઉડ્યા!
કોરોના પહેલા ડોઝ લેવાની સંખ્યા ઓછી હતી. માત્ર રોજના ૩૦૦ થી વધુ બુસ્ટર ડોઝ અપાતા હતા. પરંતુ કોરોના દહેશત વચ્ચે ડોઝની સંખ્યામાં ૧૦૦ ટકા વધારો થયો હતો અને એક જ દિવસમાં ૨ થી ૩ હજાર લોકો બુસ્ટર ડોઝ મેળવી રહ્યા હતા. પરંતુ આજે બુસ્ટર ડોઝ અર્બન હેલ્થ સેન્ટર પર ઉપલબ્ધ નથી. સરકાર તરફથી કોઇ નવા બુસ્ટર ડોઝ મોકલવામા આવ્યા નથી. એએમસી દ્વારા સરકાર સમક્ષ બુસ્ટર ડોઝ માટે માંગણી કરાઇ છે.
80 ટકા લોકો બુસ્ટર ડોઝ મેળવાનો બાકી
વધુમાં ડો. ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ૧૦ લાખ લોકોએ બુસ્ટર ડોઝ મેળવ્યો છે. શહેરમાં કુલ ૪૫ લાખથી વધુ લોકો બુસ્ટર ડોઝ લેવા માટે અપેક્ષિત છે. તેથી માત્ર ૨૦ ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ મેળવ્યો છે. 80 ટકા લોકો બુસ્ટર ડોઝ મેળવાનો બાકી છે.
આ પણ વાંચો : Flower show in Ahmedabad: અમદાવાદમાં બે વર્ષ બાદ થશે ફ્લાવર શો, જતાં પહેલા આ નિયમો અને ટિકિટનો ભાવ જાણી લો
થલતેજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો ચેતન ચૌહાણ જણાવ્યુ હતું કે સેન્ટર પર બુસ્ટર ડોઝની ડિમાન્ડ વધી છે. તેમજ કોવિડ ટેસ્ટ માટે પણ સંખ્યા વધી છે. હાલ ડોઝ ન હોવાથી આવનાર વ્યક્તિ રજીસ્ટ્રશન કરવામાં આવી રહ્યું છે. જેથી ડોઝ ઉપલબ્ધ થતા પહેલા આ વ્યક્તિ ઓને પ્રાધાન્ય અપાશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Corona Updates, Booster Dose, Booster Dose બુસ્ટર ડોઝ, Gujarat Corona cases Updates
Post a Comment