વઢવાણના કટુડાનું પ્રાચીન તળાવ અને ખાણનો વિકાસ કરાશે, એન.જી.ઓ.રામવીર તેવરજીએ ગામની મુલાકાત લીધી | Ancient lake and mine of Katuda in Wadwan will be developed, NGO Ramveer Tevarji visited the village.

સુરેન્દ્રનગર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે 125 વર્ષ જુનુ તળાવ તેમજ ખાણ અને કાકરીયા તળાવને સુંદર બનાવવાનું આયોજન દિલ્હીના અને મુળ ગાજીયાબાદના રાજા એન.જી.ઓ. કે જેનું નામ ભારતના છ રાજ્યોમાં તળાવના વિકાસ કરવાનું પોતાના એન.જી.ઓ. ટ્રસ્ટ દ્વારા પ્રોજેકટ ચાલે છે. તે પ્રોજેકટના હેડ રામવીર તેવરજીએ કટુડા ખાતે મુલાકાત લીધેલ હતી. અને તળાવ અને ખાણ અને કાકરીયા તળાવને પોતાના પ્રોજેકટ દ્વારા ગુજરાતમાં પ્રથમ પ્રોજેકટ એવો કટુડા ગામેથી શરૂ કરશે, તે એક કટુડા ગામનું ગૌરવ છે.

તળાવ, ખાણ અને કાકરીયાનું તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. અને તેમની સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, મિલનભાઇ રાવલ, ગજેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અને ત્રણેય તળાવનું નિરીક્ષણ કરીને રામવીર તેવરજીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને વૃક્ષારોપણ અને એનવાયરમેન્ટ માટે અમારી એન.જી.ઓ. દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. રામવીર તેવરે ગ્રામ્યજનો અને શ્રીમતી પી.એમ.જે.ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અને સ્વચ્છતા તેમજ એનવાયરમેન્ટ જળસંગ્રહ, જળને શુધ્ધ રાખવું અને પાણીનો સંગ્રહ થાય અને વૃક્ષારોપણથી જે ફાયદાઓ થાય છે, હરીયાળુ બને છે. ગામને રાજ્ય લેવલેથી ભારત સરકાર સુધી ગામ એક નમુનાદાર વિકાસશીલ બનાવવા માટે તેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ.

તેઓને આ પ્રોજેકટ હાથ ધરવા માટે ઉપસ્થિત ગ્રામ્યજનો એ ખાતરી આપી કે, ગામનો આ પ્રોજેકટ આપ હાથ ધરો અને સુંદર અને હરીયાળુ અમારા ગામના જળાશયો બને તે માટેનું આયોજન કરવામાં આવે તેમાં ગ્રામજનો ખુબ જ સાથ અને સહકારથી સાથે રહેશે. આ પ્રસંગે ભરતસિંહ ઝાલા, અમૃતભાઇ રબારી, ઉમેશભાઇ રાવલ, કુલદીપસિંહ ઝાલા, મિલનભાઇ રાવલ તેમજ અન્ય ગામના અગ્રણીઓ અને પ્રકાશ રાવલ તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શાળાના આચાર્ય ગજેન્દ્રસિંહ ઝાલાએ સુંદર સ્વાગત પ્રવચન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post