પડતર પ્રશ્નો ન ઉકેલાતાં સુરત અને તાપીના અનેક ગામના લોકોનો મતદાન ન કરી વિરોધ નોંધાવ્યા | As the outstanding issues were not resolved, people of many villages of Surat and Tapi protested by not voting
કડોદ3 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- આવાસ માટે જમીન ન ફાળવાતા રાજપૂરા લૂંભા ગામે ચૂંટણીનો બહિષ્કાર
બારડોલી તાલુકાના રાજપુરા લૂંભા ગામે જૂનુ અને નવુ હળપતિ વાસમાં રહેતા ગરીબ ભૂમિહીન ખેતમજૂર આદિવાસી હળપતિ સમાજના નાગરિકોને ઘર બાંધવા માટે જમીન નથી. જે અંગે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવતાં 1 લી ડિસેમ્બરે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે કોઈ ઉકેલ ન આવતાં 1 ડિસેમ્બરે અંદાજિત 500 જેટલા મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને મતદાનથી અળગા રહ્યા હતાં. અનેક રજૂઆત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા આવાસ માટે જમીન ફાળવવામાં આવી નથી. અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ માત્ર વચનો આપ્યા હતાં. જમીન ફાળવવામાં આવી ન હતી. ગત બે વિધાનસભામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં જમીન ફાળવવામાં આવી ન હતી. જેથી વર્ષે વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો.
પાથરડા અને સિંગલખાંચ ગામના 1826 મતદારોએ મતદાન ન કરી વિરોધ નોંધાવ્યો
સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ નજીક આવેલા પાથરડા અને સિંગલ ખાંચ ગામના કુલ 1826 મતદારોએ વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. સોનગઢ તાલુકાના અને માંડવી વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ પાથરડા અને સિંગલખાંચ ગામના લોકો ગત બે ત્રણ માસથી પોતાની માંગણી સંદર્ભે આંદોલન કરી રહ્યાં છે.
ઉકાઈ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ આ ગામના લોકો એ જણાવ્યું કે અમારી પંચાયતની ગ્રામસભામાં અધિકારીઓ હાજર રહેતાં નથી. ગામના આગેવાન વિજયભાઈ ગામિતે ઉમેર્યું કે અમે ગત 31મી ઓક્ટોબરના દિવસે પંચાયતના ઠરાવો ઓનલાઈન કરવાની માગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે અધિકારીઓ દ્વારા વીસ દિવસમાં પ્રશ્નોના નિકાલની ખાત્રી આપી હતી પણ તેઓ એ એનું પાલન કર્યું નથી. જેના કારણે વિફરેલા ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા હતા.
વિકાસ કામોથી વંચિત શાહપોર હળપતિવાસના રહિશો મતદાનથી અળગાં
વાલોડ તાલુકાના શાહપોર ગામે હળપતિવાસમાં પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટના કામો ન થતા હળપતિઓએ એક સંપ થઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, સ્થાનિક રાજકીય આગેવાનોએ સમજાવટના પ્રયત્નો કર્યા હતા તે પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા હતા.
શાહપોર ગામએ શાહપોર, નનસાડ તથા ખાંભલા ગૃપ ગ્રામ પંચાયત છે. ગૃપ ગ્રામ પંચાયતમાં જે કોઈપણ વિકાસના કામો આવે તે કામો ઉજળિયાત કે ખાંભલા, નનસાડ ગામોમાં કે વિસ્તારોમાં જ કરવામાં આવતા હતા. આઝાદીથી લઇ આજદિન સુધી હળપતિ વાસમાં એક પણ સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી ન હતી. ચૂંટણી પહેલા ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો બહાર આવતા શાસકો સફળ જાગી જઈ બે સ્ટ્રીટ લાઈટો લગાવામાં આવી હતી, પરંતુ તે લાઈટો પણ ચાલુ કરવામાં આવી ન હતી જેને લઇ હળપતિવાસના લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હતું.
Post a Comment