Tuesday, December 6, 2022

વડોદરાના ગોડાઉનમાં જ સિફતપૂર્વક છુપાવેલું હતું સેંકડો કિલો ડ્રગ્સ બનાવવાનું સબસ્ટાન્સ, આ રીતે ઝડપ્યું ATSએ | Hundreds of kilos of drug-making substance was carefully hidden in Vadodara's godown, this is how ATS caught

વડોદરા2 મિનિટ પહેલા

છેલ્લા કેટલાક સમયથી વડોદરાની આસપાસ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ પકડાઈ રહી છે અને વડોદરા મેકિંગનું એપી સેન્ટર બની ગયું છે. વડોદરા પાસે સિંધરોટ ગામની સીમમાંથી 500 કરોડની MD ડ્રગ્સની ફેક્ટરી પકડાયા બાદ ATSની ટીમ આરોપી શૈલેષ કટારિયાને લઈને આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ATSને MD ડ્રગ્સ બનાવવાનું બે બેરલ કેમિકલ મટિરિયલ મળી આવ્યું હતું. વડોદરાના ગોડાઉનમાં જ સિફતપૂર્વક સેંકડો કિલો ડ્રગ્સ બનાવવાનું સબસ્ટાન્સ છુપાવ્યું હતું. જેમાંથી 500 કિલો ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું. ATSએ પોલીસે કેમિકલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં ઓફિસની માહિતી મળી
500 કરોડની ડ્રગ્સની ફેક્ટરીના મામલે આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓએ સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસ નં-17માં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ છુપાવેલુ છે, જેથી ATSની ટીમ આરોપી શૈલેષ ગોવિંદભાઈ કટારિયાને લઈને સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. શૈલેષ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો.. આ દરમિયાન ડ્રગ્સ બનાવવામાં કેમિકલના બે બેરલ મળી આવ્યા હતા. ATSની ટીમે FSLની ટીમને પણ સાથે રાખી હતી. લિક્વિડના બેરલ ખોલતા ATSના અધિકારીઓની આંખો બળવા લાગી હતી. જેથી અધિકારીઓએ મોઢું ધોવાની ફરજ પડી હતી.

પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસ.

પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગ લિમિટેડની ઓફિસ.

ATSની ટીમ રવાના
આ દરમિયાન પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ કર્યાં બાદ ATSની ટીમ આરોપીને લઈને સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી. જોકે ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ આફિસ બંધ હતી.

29 નવેમ્બરે રાત્રે ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી
વડોદરા શહેર નજીક સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં સવા મહિના પહેલાં જ ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને તૈયાર 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો અને 260 ગ્રામ જુદું-જુદું લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂા.500 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટીએસે સૂત્રધાર સૌમીલ પાઠક સહિત 5 આરોપીની ધરપકડ કરી ફેક્ટરી સીલ કરી હતી. એટીએસનું ઓપરેશન 14 કલાકથી વધુ સમય ચાલ્યું હતું. મોક્સી બાદ સિંધરોટની રેડમાં પણ વડોદરા જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. કોલ સેન્ટરના ધંધામાં સૌમીલને ખોટ જતાં ઇઝી મની માટે તે ડ્રગ્સના વેપલામાં પડ્યો હતો. સૌમીલ મુંબઇની રેવ પાર્ટીમાં મોડેલ્સને ડ્રગ્સ આપવામાં મુંબઇ પોલીસના હાથે ઝડપાયો હતો.

ATSની ટીમે રેડ પાડીને કેમિકલના બે બેરલ કેમિકલ ઝડપી પાડ્યું હતું.

ATSની ટીમે રેડ પાડીને કેમિકલના બે બેરલ કેમિકલ ઝડપી પાડ્યું હતું.

ATSને 500 કરોડનો જથ્થો મળી આવ્યો હતો
એન્ટી ટેરરિસ્ટ વિભાગ મુજબ, એટીએસના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીને બાતમી મળી હતી કે, નડિયાદનો મો.શફી મિસ્કીન દિવાન વડોદરા પાસે સાગરીતો સાથે મળી મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે. જેથી એટીએસના પોલીસ અધીક્ષક સુનીલ જોશીના નેતૃત્વમાં ડીવાયએસપી ઓમપ્રકાશ જાટ અને એસ.એલ.ચૌધરીએ ટીમ સાથે સિંધરોટ ગામે દરોડો કરી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં તૈયાર 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવા માટે 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી કુલ 500 કરોડનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી શૈલેષને લઈને ATSની ટીમ પાયલ કોમ્પલેક્ષ પહોંચી હતી.

આરોપી શૈલેષને લઈને ATSની ટીમ પાયલ કોમ્પલેક્ષ પહોંચી હતી.

ડાર્કવેબમાં ડ્રગ્સની માહિતી લીધી
સૌમીલ પાઠકે ડાર્કવેબમાં ડ્રગ્સ બનાવવાની માહિતી મેળવી કેમિકલ ચોર ભરત ચાવડા પાસેથી રો મટિરિયલ લઇ જાણકાર કેમિસ્ટ શૈલેષ કટારિયાની મદદે રો મટિરિયલ મુંબઇના સલીમ ડોલા પાસેથી લીધું હતું. મુંબઇ પોલીસે સૌમીલને પકડતાં જેલમાં સલીમ ડોલાને મળી તેને ભાગીદાર બનાવ્યો હતો.

ડ્રગ્સ બનાવવાના કેમિકલના બે બેરલ પકડાયા.

ડ્રગ્સ બનાવવાના કેમિકલના બે બેરલ પકડાયા.

ઓગસ્ટમાં મોક્સીની ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
ઓગસ્ટમાં સાવલીના મોક્સીથી નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું 225 કિલો એમડી ડ્રગ્સ પકડાયું હતું. ત્યારબાદ પદમલા ખાતેથી એક ગોડાઉનમાંથી 1000 લિટર ડ્રગ્સનું રો મટિરિયલ મળ્યું હતું.

મુંબઇની રેવ પાર્ટીઓ અને મોડેલ્સને ડ્રગ્સ આપતો હતો સૂત્રધાર સૌમીલ પાઠક 2017માં મુંબઇમાં 3 જણાં સાથે 48 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. સૌમીલ મુંબઇની રેવ પાર્ટીઓમાં અને મોડેલ્સને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું તે સમયે સપાટી પર આવ્યું હતું.

ATSની ટીમે કેમિલના બેરલ જપ્ત કર્યાં.

ATSની ટીમે કેમિલના બેરલ જપ્ત કર્યાં.

5 પૈકી 3 આરોપીઓ સામે અગાઉ ગુના દાખલ થયેલા છે
સૌમીલ પાઠક સામે 2017માં મુંબઇ ઘાટકોપર NDPS મુજબ ગુનો દાખલ થયો હતો. ભરત ચાવડા સામે જવાહરનગર-છાણી પોલીસ મથકમાં અને મો.શફી દિવાન સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને NDPSના ગુના દાખલ થયેલા છે.

ખેતરમાં બનેલી ફેક્ટરીની જગ્યાનું માસિક ભાડું 60 હજાર અપાતું હતું
ડ્રગ્સની ફેક્ટરી સિંધરોટના જે ખેતરમાંથી ઝડપાઈ તેના માલિક મનહરસિંહ વિક્રમસિંહ જાદવ ઉર્ફે પપ્પુ ઠાકોર હોવાનું સપાટી પર આવ્યું છે. મનહરસિંહ જાદવને ખેતરની જગ્યાનું ભાડું સૌમીલ પાઠક રૂા.60 હજાર મહિને આપતો હતો. એટીએસનાં સૂત્ર મુજબ સૌમીલ પાઠક અને સાગરીતોએ ફેક્ટરી માટે બે મહિના પહેલાં જમીન માલિક સાથે કરાર કર્યો હતો અને સવા મહિના પહેલાં જ ફેક્ટરી શરૂ કરી હતી.

પાયલ કોમ્પલેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગની ઓફિસ.

પાયલ કોમ્પલેક્ષ સ્થિત સ્ટોક બ્રોકિંગની ઓફિસ.

પાંચ આરોપી પકડાયા હતા

  • સૌમીલ ઉર્ફે સેમ સુરેશચંદ્ર પાઠક (એવરેસ્ટ સોસાયટી, બાલાજી હોસ્પિટલ પાસે, સુભાનપુરા)
  • શૈલેષ ગોવિંદભાઈ કટારિયા (ભાગ્યલક્ષ્મી સોસાયટી, રિફાઈનરી રોડ)
  • વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામા (શ્રમમંદિર, સિંધરોટ)
  • મો.શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દિવાન (ફૈજલ પાર્ક, નડિયાદ)
  • ભરત ભીમાભાઈ ચાવડા (પંચામૃત એપાર્ટમેન્ટ, ગોત્રી રોડ)

કચરાપેટી નજીકથી 8.85 કરોડનું એમડી ડ્રગ્સ મળ્યું હતું
ATSની ટીમે 3 દિવસ પહેલા રાત્રે સુભાનપુરા સમતા ચાર રસ્તા પાસેની કચરાપેટી પાસે સંતાડેલો 8.85 કરોડનો 1.770 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. એટીએસની ટીમે સિંધરોટ ગામે દરોડો પાડી ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 500 કરોડનું MD ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવા 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળ્યું હતું.

રિમાન્ડ દરમિયાન આરોપી ભરત ચાવડાની કબૂલાતના આધારે એટીએસે સુભાનપુરામાં સમતા ચાર રસ્તા પાસે એક સરકારી કંપનીના કમ્પાઉન્ડની પાછળ કચરાપેટી પાસે સંતાડેલો 8.85 કરોડનો 1.770 કિલો એમડીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસમાં રેડ કરતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

પોલીસે પાયલ કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસમાં રેડ કરતા આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

વધુ એક આરોપીની ધરપકડ કરી હતી
ભરત ચાવડાના પુત્ર હર્ષ મારફતે મેફેડ્રોન ભરેલી થેલી સાગરીત અશોક જીવણલાલ પટેલને આપી હતી. જે જથ્થો સમતા ચાર રસ્તા પાસે અશોક પટેલે છુપાવ્યો હતો. સિંધરોટમાં રેડ પડી છે તેવી ખબર પડતાં ભરતે જથ્થો છુપાવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. એટીએસે​​ આરોપી અશોક પટેલની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: