Saturday, December 31, 2022

ડાંગમાં ચાઈનીઝ લોન્ચર, તુક્કલ તેમજ લેન્ટર્નના વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ; હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | ban on sale and flying of Chinese launchers, tukkals and lanterns in Dang; Action will be taken against violators of the order

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Ban On Sale And Flying Of Chinese Launchers, Tukkals And Lanterns In Dang; Action Will Be Taken Against Violators Of The Order

ડાંગ (આહવા)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આગામી તા. 14/01/2023ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે. કપાયેલા પતંગો અને દોરો વગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ રસ્તો, ઘરોના ધાબા, વીજ તારો કે પોલ વગેરે જગ્યાએથી અકસ્માતનો ભય રહે છે. જેથી તંત્ર દ્વારા કેટલાક કૃત્યોપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. ચાઈનીઝ દોરો કોઈ વ્યક્તિના શરીર પર પડે ત્યારે તે વ્યક્તિના શરીરના અંગો કપાઈ જવાનો ભય રહે છે. તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજાઓ પહોંચવા તથા તેઓના મોતના બનાવ પણ બને છે.

પ્રતિબંધિત કૃત્યો

  1. કોઈપણ વ્યક્તિઓએ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા નહીં.
  2. હાથમા લાંબી વાંસ કે ધાતુની પટ્ટીઓ, દોરી કે તારના લંગર વગેરે લઈ કપાયેલા પતંગો તથા દોરા પકડવા જાહેર રસ્તાઓ પર અથવા જાહેર સ્થળો કે સરકારી કચેરીઓના પરિસરમા દોડાદોડી કરવી નહીં.
  3. મોબાઇલ ટાવર/ઇલેક્ટ્રીક પોલ કે ઇલેક્ટ્રીકના તાર કે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરની પ્રતિબંધિત જગ્યામાં દોરાના લંગરો નાંખવા નહીં.
  4. જાહેર મિલકત વાળા મકાનના ધાબા ઉપર, જર્જરીત મકાનના ધાબા ઉપર, બાંધકામ પ્રગતિમાં હોય તેવા મકાનના ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા નહીં.
  5. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમા લાઉડ સ્પીકર વગાડવા નહીં.
  6. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર કોઇપણ પ્રકારના ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા નહીં.
  7. પ્લાસ્ટીક/સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલા તથા નોન-ડીગ્રેડેબલ હોય તેવી દોરી/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા નહીં.
  8. ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંઘ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ/ઉડાડવા નહીં.
  9. પતંગના તાર/દોરાને જાહેર રસ્તા/જાહેર સ્થળોએ ફેંકવા નહીં.

આ જાહેરનામું તા. 01/01/2023 થી તા.25/01/2023 સુધી લાગુ રહેશે. તેમજ ડાંગ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં લાગુ પડશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે પતંગ મહોત્સવ યોજી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.