રાણાવાવમાં વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ ગેસની બોટલ ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો | Ban on use of household gas cylinders for commercial purposes in Ranawav

પોરબંદર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાણાવાવ મામલતદાર દ્રારા વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ વપરાશ માટેના ગેસના બાટલાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાણાવાવ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7ને ધ્યાને લેતા ઘરગથ્થુ ઉપયોગ માટે ઘરગથ્થુ વપરાશ અંગેનો ગેસનો બાટલો વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા ઘરગથ્થુ વપરાશ અંગેના બાટલા હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો, ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ માટે ગેસનો બાટલો વાપરી શકાશે નહી.

ભંગ કરનારને નાણાકીય દંડ તથા કેદની સજા
જેથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો તથા ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ સાથ સંકળાયેલા તમામને રાંધણગેસ સિલિન્ડર ઘરગથ્થુ સિવાયના વ્યાપારિક હેતુ માટેના ગેસના બાટલાનો ઉપયોગ કરવાનો રહેશે. અન્યથા આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7 અન્વયે નાણાકીય દંડ તથા કેદની સજા થશે. તેમ મામલતદાર રાણાવાવની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

أحدث أقدم