ચમારડી ગામના ખેડૂત મનસુખભાઈ વસ્તપરા અને તેમના ભાઈ અશોકભાઈ વસ્તપરાએ ગામમાં સૌપ્રથમ વખત કેળાની ખેતીની શરૂઆત કરી છે. પ્રથમ પાકે જ માલામાલ કરી દીધા હતા. મનસુખભાઈ ,અશોકભાઈએ નક્કી કર્યું હતું કે, આપણે ખેતીમાં કંઈક અલગ વાવેતર કરવું છે અને કેળાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.
અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો ને કેળની ખેતી કરી
અશોકભાઈ જણાવ્યું હતું કે, 50 વિઘા જમીન છે અને જમીનમાં ત્રણ ભાઈઓ વાવેતર કરે છે. તેમજ અન્ય સાત મજૂરોને પણ રાખી અને રોજગારી આપે છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
50 વિઘામાં કપાસ, મગફળી, કેળ, મરચા, ચણા અને ઘઉં સહિતના પાકનું વાવેતર કરે છે.આ એક અલગ વિચાર આવતા કેળાની ખેતીની શરૂઆત કરવામાં આવી છે.
પ્રથમ પાકમાં જ 5 લાખનું ઉત્પાદન થયું
અશોકભાઈ કેળાની ખેતી કરવા માટે મધ્ય પ્રદેશથી 15 રૂપિયા લેખે એક રોપા લાવ્યા હતા. પાંચ વિઘાના રોપા લાવવામાં આવ્યા હતા. પાંચ વિઘામાં કેળનું વાવેતર કરવામાં આવ્યુ હતું. પૂર્તિ માવજત કર્યા બાદ પ્રથમ પાક આવ્યો હતો. પ્રથમ પાકમાં કેળાનો પ્રતિ 20 કિલોએ 150 થી 300 રૂપિયા સુધીનો ભાવ મળ્યા હતા.પ્રથમ પાકમાં 4 લાખથી 5 લાખનું ઉત્પાદન થયું હતું.
સાત લોકોને રોજગારી આપે છે
અશોકભાઈની વાડીએ પૂરતા પ્રમાણમાં પાણીનો સ્ત્રોત છે. અન્ય સાત વ્યક્તિઓને મજૂર તરીકે રાખી અને રોજગારી આપે છે. પરિવારમાં ત્રણ ભાઈઓ છે,જેવો ખેડૂતનો વ્યવસાય કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Farmer in Gujarat, Local 18