Thursday, December 15, 2022

Bank Holidays in December 2022 : ચાલુ વર્ષે હવે કેટલા દિવસ બેંક ખુલ્લી રહેશે? તપાસી લો રજાઓની યાદી

Bank Holidays in December 2022 : ડિસેમ્બરમાં આવતી રજાઓમાં રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવાર પણ છે. આ રજાઓ દરમિયાન તમામ રાજ્યોની બેંકો એક જ સમયે બંધ થતી નથી. કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે.

Bank Holidays in December 2022 : ચાલુ વર્ષે હવે કેટલા દિવસ બેંક ખુલ્લી રહેશે? તપાસી લો રજાઓની યાદી

ડિસેમ્બર 2022 માં બેંક રજાઓ

વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેવાની છે. ચાલુ મહિનામાં બેંકને લગતું કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું પ્લાનિંગ કર્યું હોય તો એકવાર બેંકની રજાઓની યાદી તમારે તપાસી લેવી જોઈએ. આ તમારા બિનજરૂરી સમયનો બગાડ અટકાવશે. જો કે આ સામે રાહતના સમાચાર એ છે કે બેંકોનું કામ ઓનલાઈન ચાલુ રહેશે. ઈન્ટરનેટ બેંકિંગ અને UPI દ્વારા કરવામાં આવેલ કામ સરળતાથી કરી શકાય છે. ડિસેમ્બરમાં આવતી રજાઓમાં  રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારનો સમાવેશ  પણ થાય છે. આ રજાઓ દરમિયાન તમામ રાજ્યોની બેંકો એક જ સમયે બંધ થતી નથી કેટલીક રજાઓ રાજ્ય અનુસાર પણ હોય છે.

આ દિવસે બેંક બંધ રહેશે

  • 18 ડિસેમ્બર – રવિવાર – રજા – બેંક સમગ્ર દેશમાં બંધ
  • 19 ડિસેમ્બર – સોમવાર – ગોવા મુક્તિ દિવસ – ગોવામાં બેંક બંધ
  • 24 ડિસેમ્બર – શનિવાર –  ચોથો શનિવાર – દેશભરમાં બેંક બંધ
  • 25 ડિસેમ્બર – રવિવાર – રજા – નાતાલ – દેશભરમાં બેંક બંધ
  • 26 ડિસેમ્બર – સોમવાર – ક્રિસમસ, લાસુંગ, નમસંગ – મિઝોરમ, સિક્કિમ, મેઘાલયમાં બેંક બંધ
  • 29 ડિસેમ્બર – ગુરુવાર – ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ – ચંદીગઢમાં બેંક બંધ
  • 30ડિસેમ્બર – શુક્રવાર – યુ કિઆંગ નાંગવાહ – મેઘાલયમાં બેંક બંધ
  • 31 ડિસેમ્બર – શનિવાર – નવા વર્ષની પૂર્વસંધ્યાએ – મિઝોરમમાં બેંક બંધ

ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે

જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ  બીજા પખવાડીયામાં ઘણાં દિવસ બેંકમાં રજા રહેશે. જોકે જરૂરી નથી કે તમામ રજાઓ એકસાથે તમામ ક્ષેત્રમાં રહેશે.આ ઉપરાંત તમે કેટલાક અગત્યના કામ મોબાઈલ બેન્કિંગ , ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM દ્વારા પણ નિપટાવી શકો છો. તહેવાર અને સાપ્તાહિક રજાઓ દરમ્યાન બેંકમાં કામકાજ બંધ રહે ચેહ પરંતુ ઓનાઇલન સેવાઓ અવિરત ચાલુ રહે છે.

RBI રજાઓ જાહેર કરે છે

RBI અલગ – અલગ રાજ્યો અનુસાર બેંકની રજાઓ નક્કી કરે છે. ડિસેમ્બર મહિનામાં બેંકો કુલ 13 દિવસ (RBI Bank Holidays List) માટે બંધ રહેશે. તમને જણાવી દઈએ કે બેંકો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં વિવિધ તહેવારો, મેળા અથવા કોઈ વિશિષ્ટ કાર્યને કારણે બેંકોમાં રજાઓ રહેતી હોય છે.