- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Banners Against The Minister Were Put Up In Vadodara City (A.J.) Constituency Of The Legislative Assembly, Minister Manishabhan Will Not Run… Will Not Run…
વડોદરા27 મિનિટ પહેલા
ભાજપા સામે મતદારોમાં રોષ..વડોદરા શહેર મત વિસ્તારમાં મંત્રી વિરૂધ્ધ બેનરો લાગ્યા
- કોરોના સમયે જનતા મોતના મુખમાં, ધારાસભ્ય ઘરમાં, નથી જોઇતા આવા નેતા
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર (અ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર અને મંત્રી મનિષાબહેન વિરુદ્ધ બેનરો લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મંત્રી મનિષાબહેન નહીં ચાલે..નહીં ચાલે…કોરોના સમયે જનતા મોતના મુખમાં, ધારાસભ્ય ઘરમાં..નથી જોઇતા આવા નેતા…તેવાં ઠેર-ઠેર બેનરો લાગતા રાજકીય મોરચે ચકચાર મચી ગઇ છે.
અલગ-અલગ વિસ્તારમાં બેનરો લાગ્યાં
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન તા.5 ડિસેમ્બર-022ના રોજ થનાર છે. મતદાનને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર (અ.જા.) વિધાનસભા મત વિસ્તારનાં અલગ-અલગ સ્થળો ઉપર ભાજપાના ઉમેદવાર અને મંત્રી મનિષાબહેન વિરુદ્ધનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ભાજપાના ઉમેદવાર વિરુદ્ધ બેનરો લગતા સ્પષ્ટ થાય છે કે, મતદારોમાં વર્તમાન ભાજપા સરકાર અને ધારાસભ્યો સામે લોકોનો કેટલો રોષ છે. એક બેનરમાં લખ્યું છે કે, “10 વર્ષમાં એકપણ વખત દેખાયાં નથી, જનતાના મતની કદર નથી, તેવા ધારાસભ્યને મત નથી જ આપવો.”

વાઘોડિયા-આજવા રોડ ઉપર બેનરો લાગ્યાં
ઠેર-ઠેર ભાજપાના ઉમેદવારોનો વિરોધ
પ્રવર્તમાન ભાજપા સરકાર સામે લોકોમાં ભારે રોષ છે. ભાજપાના ઉમેદવારો પ્રચારમાં જાય છે. ત્યારે તેઓને મતદારો મોંઘવારી, બેરોજગારી, કોરોના સમયે ઘરમાંજ પુરાઇ રહેલા ધારાસભ્યો સામે હિસાબ માગી રહ્યા છે. કેટલાક મતદારોનો સમુહ ધારાસભ્યોની સામે બોલી શકતા નથી. તેવા મતદારોના સમૂહ બેનરો લગાવીને ધારાસભ્યો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક મતદારો અમારા વિસ્તારમાં મત માંગવા માટે આવવું નહિં…તેવાં બેનરો લગાવીને ભાજપા તેમજ તેમના ધારાસભ્યોનો વિરોધ કરી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ભાજપાના ઉમેદવારો અને તેમના કાર્યકરોને જાકારો મળી રહ્યો છે.

ખોડિયારનગર વિસ્તારમાં બેનરો લાગ્યાં
બેનરો ઉતારવા દોડધામ
વડોદરા ભાજપાનો ગઢ મનાય છે. પરંતુ, આ વખતે વડોદરાના મતદારોમાં મોંઘવારી, બેરોજગારીને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનામાં દેખા ન દેનાર ધારાસભ્યો સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પૂર્વ દિવસે વડોદરા શહેર (અ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના ધારાસભ્ય મનિષાબહેન વિરુદ્ધ વાઘોડિયા-આજવા રોડ, બાપોદ વિસ્તાર, ખોડિયાર નગર ચાર રસ્તા વિસ્તાર, કમલાનગર વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં બેનરો લાગતાં ધારાસભ્યોના કાર્યકરોએ બેનરો ઉતારી લેવા માટે દોડધામ કરી મૂકી હતી. આ બેનરોએ શહેરના ભાજપા કાર્યકરોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.