Tuesday, December 20, 2022

વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ ત્રણ અપક્ષ ઉમેદવારોએ જાહેર કર્યો ટેકો

ગાંધીનગર: આજે 15મી વિધાનસભાનું એક દિવસનું સત્ર મળવાનું છે. તે પહેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યો રાજ્યપાલને મળ્યા હતા. જે બાદ તેમણે રાજ્યપાલને મળીને ટેકો જાહેર કર્યો છે.

બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ધારાસભ્યો ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. જોકે, આ અંગે ઘણાં દિવસોથી વાત ચાલી રહી હતી.

શંકર ચૌધરી બન્યા વિધાનસભાના અધ્યક્ષ

વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. CMએ શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સેવા કરવાનું કામ છે. સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે.

આ પણ વાંચો : સગીરાના આપઘાત કેસમાં 10 દિવસથી વોન્ટેડ ત્રણ આરોપીઓ સકંજામાં

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, ભાજપ